અમદાવાદ માં આ જગ્યાએ દીકરીઓને સમૂહ લગ્નમા આપવામાં આપશે એક લાખના બોન્ડ
અમદાવાદના દસ્ક્રોઈના ભુવાલડીમાં ગુજરાતના સૌથી હાઈટેક લગ્ન યોજાયા. આ સમૂહલગ્નમાં દીકરીઓને 1 લાખના બોન્ડ અપાયા, તો પહેલી વાર ઠાકોર સમાજના સમૂહલગ્ન AC ડોમમાં યોજાયા.
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓએ હાજરી આપી નવદંપત્તિને આશીર્વાદ આપ્યાં. સમાજ જાગૃત બને તે માટે દરેક મંડપે વર-વધૂના ફોટા સાથે સામાજિક સંદેશાનો પણ પ્રસાર-પ્રચાર કરાયો છે. એટલું જ નહી આ સમૂહલગ્નને ગુજરાતના સૌથી હાઈટેક સમૂહ લગ્ન માનવામાં આવી રહ્યા રહ્યા છે.
CM ભુપેન્દ્ર પટેલે ઠાકોર સમાજના 51 નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છા અને આશીર્વાદ આપતાજણાવ્યું હતું કે સમૂહલગ્નનું આયોજન એક હકારાત્મક સામાજિક અભિયાન છે. આવા અર્થપૂર્ણ આયોજનને પગલે સમાજ વ્યવસ્થાને એક નવી દિશા મળશે જ પરંતુ સાથે સાથે બિનજરૂરી થતા ખર્ચાઓ પણ અટકાવી શકાશે.
CMએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત સરકાર દરેક સમાજને સાથે રાખી આગળ વધી રહી છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહથી આવરી લેવાય તે સરકારની નેમ છે.
આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ દંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા શરૂ થયેલી સમૂહ લગ્નોત્સવની આ પ્રથામાં આજે દરેક સમાજ આ દિશામાં આગળ વધી રહ્યો છે તે આનંદની વાત છે.