અમદાવાદને કલંકિત કરતો ચોંકાવનારો કિસ્સો સાલ કોલેજમાં આ નેતાનો કાંડ
અમદાવાદમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની વારંવાર દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરની સાલ કોલેજમાં બનેલા કિસ્સાએ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો પર લાંછન લગાડ્યું છે. કોલેજમાં વિદ્યાર્થિનીની હાજરી મુદ્દે રજૂઆત કરવા ગયેલા ABVPના કાર્યકરોએ મહિલા આચાર્યા સાથે બોલાચાલી કરી હતી. તેમને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર પણ કર્યાં હતાં. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે.
કોલેજનાં આચાર્યાને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર કરાયાં.પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાલ એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની હાજરી પૂરતી નહીં હોવાથી કોલેજનાં આચાર્યા મોનિકા સ્વામીએ વિદ્યાર્થિનીના વાલીને જાણ કરી હતી અને કોલેજમાં મળવા આવવા જણાવ્યું હતું.
જેથી આ બાબતે વિદ્યાર્થિનીએ ABVPને જાણ કરી હતી અને ABVPના ટેક્નિકલ કોલેજના વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલ પોતાના કાર્યકરો સાથે સાલ કોલેજનાં આચાર્યાને રજૂઆત કરવા ગયા હતા. આચાર્યાને રજૂઆત કરતાં કરતાં મામલો એટલો ઉગ્ર બન્યો કે ABVPના કાર્યકરોએ દાદાગીરીથી મહિલા આચાર્ય મોનિકા ગોસ્વામીને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર કર્યાં હતાં.
ઘટના અંગે શું કહ્યું કોલેજના પ્રિન્સિપાલે?
કોલેજના પ્રિન્સિપાલે કહ્યું હતું કે,અમે અહીં દર મહિને હાજરીની સમીક્ષા કરીએ છીએ. એમાં જે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હોય છે. તેવા વિદ્યાર્થીઓના વાલીઓને અમે કોલેજમાં બોલાવીએ છીએ. તેમની સામેજ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીએ છીએ.
તમે એક સારી કોલેજમાં એડમિશન લીધું છે. તમારી હાજરી ઓછી કેમ છે. તમને કંઈ સમજવામાં તકલીફ છે. આવા સવાલો કરીને તેમને શું તકલીફ છે તેની માહિતી લઈએ છીએ. આમાં ઘણા વાલીઓ એવું કહે છે કે અમારા બાળકો તો ઘરેથી સમયસર નીકળી જાય છે. તે લોકો કોલેજમાં આવવાની જગ્યાએ ક્યાં જાય છે.