સુરતમાં માત્ર ૮ મિનિટમાં થઈ અધધ લાખોની ચોરી સમગ્ર ઘટના થઈ સીસીટીવી મા કેદ - khabarilallive    

સુરતમાં માત્ર ૮ મિનિટમાં થઈ અધધ લાખોની ચોરી સમગ્ર ઘટના થઈ સીસીટીવી મા કેદ

સુરતના વેસુમાં આવેલી ટુર એન્ડ ટ્રાવેલર્સની ઓફિસમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને માત્ર 8 મિનિટમાં અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 6 લાખની ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

સુરતમાં આ સૌથી ઓછા સમયની અને સૌથી વધુ રકમની લૂંટ હોઈ શકે છે. સીસીટીવી ફૂટેજ મુજબ લૂંટારૂઓ માત્ર 8 મિનિટમાં આ ઘટનાને અંજામ આપતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. વેસુ ખાતે જે.એચ ચોરોએ અંબાણી સ્કૂલ પાસે આગમ એમ્પોરિયમ બિલ્ડિંગના ત્રીજા માળે ક્રુણાલ હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ અને ઓમ ટેક સોફ્ટવેરની ઓફિસને નિશાન બનાવી હતી.

જે પૈકી કૃણાલ હોલીડેઝના માલિક કૃણાલ રમેશચંદ્ર પવાર (ઉંમર 40 રહે. એ 84, ભાગ્યલક્ષ્મી સોસાયટી-2, લેકવ્યુ ગાર્ડન ગલી, પીપલોદ)ના ટેબલના ડ્રોઅરનું તાળુ તોડી રૂ.6 લાખની રોકડની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

ઓફિસના સીસીટીવી ફૂટેજ તપાસતા, સવારે 3.35 વાગ્યે, એક ચોર સફેદ જેકેટ, જીન્સ અને સ્પોર્ટ્સ શૂઝ, હેન્ડ ગ્લોવ્સ અને મોં પર રૂમાલ પહેરીને ઓફિસની પાછળની બાજુની સ્લાઇડિંગ બારી ખોલીને જોવા મળ્યો હતો. ઉમરા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *