મશહૂર ઍક્ટ્રેસ ની રહસ્યમય મોત અચાનક બેડરૂમ માંથી મળી આવ્યું શવ
અભિનેત્રી અને મોડલ શહાના (20) કોઝિકોડના એક એપાર્ટમેન્ટમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ કેસમાં પોલીસે તેના પતિને કસ્ટડીમાં લીધો છે. મોડલ શહાનાનો મૃતદેહ ગુરુવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે કોઝિકોડના પારંબિલ બજારમાં એક એપાર્ટમેન્ટની અંદર બારીની ગ્રીલ પર લટકતો મળી આવ્યો હતો.
બીજી તરફ પરિવારજનોએ શહાનાના મોત અંગે શંકા વ્યક્ત કર્યા બાદ પોલીસે તેના પતિ સજ્જાદને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે. આ સાથે જ શાહનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોઝિકોડ મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો છે. શહાના કાસરગોડની રહેવાસી છે.
બોલીવુડ મા એક પછી એક આવા મામલા સામે આવી રહ્યા છે. જેમાં લાગી રહ્યું છે કોઈને કાનૂનની બીક રહી નથી અને આ બધા જ કેસોમાં કોઈ ન્યાય મળ્યો નથી.