અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે આ દિવસોથી અને ક્યારે થશે વરસાદનો અંત - khabarilallive    

અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે આ દિવસોથી અને ક્યારે થશે વરસાદનો અંત

શિયાળાની સિઝનની દોઢ માસ વીતી ગયો છે, તેમ છતાં પણ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં અને જાન્યુઆરી માસમાં ઠંડી પડતી હોય છે પરંતુ ડિસેમ્બર માસના પંદર દિવસ વીતી જવા છતાં ઠંડીનો અહેસાસ થતો નથી.

અત્યારે પણ રાજ્યમાં લઘુતમ તાપમાન સામાન્ય રહ્યું છે.દોઢ મહિનાની અંદર માત્ર એક દિવસ દરમિયાન નલિયાનું તાપમાન 6 ડિગ્રી પહોંચ્યું છે. ત્યારે રાજ્યમાં કડકડતી ઠંડી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરી છે કે, 18 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન ઘટશે. 20 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે હિમ વર્ષા થશે અને હિમાલય સફેદ ચાદરથી ઢંકાઈ જશે.

જેની અસર ગુજરાત પર જોવા મળશે. રાજ્યમાં 20થી 27  ડિસેમ્બરમાં કડકડતી ઠંડી અનુભવાશે.18 ડિસેમ્બરથી જ લઘુતમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. 20થી 27  ડિસેમ્બર દરમિયાન લઘુતમ તાપમાન 6થી 8 ડીગ્રી ઘટવાનું અનુમાન છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર , કચ્છ કડકડતી ઠંડીનો અનુભવ થશે.

20 થી 27  ડિસેમ્બર સૌથી વધારે ઠંડીનો અનુભવ થશે.નલિયાનું લઘુતમ તાપમાન 5 ડિગ્રી આસપાસ પહોંચવાનું અનુમાન છે.અંબાલાલ પટેલનું અનુમાન છે કે, શિયાળાની સિઝન છે તેમ છતાં પણ ઠંડી પડતી નથી તેનું મુખ્ય કારણ છે, પશ્ચિમી વિક્ષેપો આવવા જોઈએ તે આવ્યા નથી.

જેના કારણે ઠંડા પવન ફૂંકાતા નથી.પરંતુ 18 ડિસેમ્બરથી ઠંડીનું જોર વધશે અને 20 થી 27 ડિસેમ્બર ગ્રાતો થીજવતી ઠંડી પડશે.એટલે કે, લોકોએ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, કચ્છમાં 48 કલાક સીવીયર કોલ્ડ વેવ રહેશે. જેના કારણે સખત ઠંડા પવનો ફૂંકાશે અને લઘુતમ તાપમાનનો પારો ગગડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *