ગુજરાતમાં આ જાણીતી ગુજરાતી ગાયિકા પર થયો હમલો ગાડીના કાચ પણ તોડ્યા - khabarilallive    

ગુજરાતમાં આ જાણીતી ગુજરાતી ગાયિકા પર થયો હમલો ગાડીના કાચ પણ તોડ્યા

લોક ગાયિકા કાજલ મહેરિયા પર હુમલો કરવામાં આવ્યો છે. પાટણના ધારપુરમાં ડેરી પાસે બની ઘટના. ધારપુરમાં એક લાઈવ ડીજે પ્રોગ્રામમાં આવતા સમય બની ઘટના. અગાઉ તેમની સાથે કે.એમ. ડિજિટલ ગ્રુપ ઓર્ગેનાઇઝર તરીકે કામ કરતા ઇસમે સહિત પાંચ ઈસમોએ કર્યો હુમલો. અગાઉના મનદુઃખમાં કરવામાં આવ્યો હુમલો.

કાજલ મહેરિયાની ગાડીના કાચ તોડી ધોકા વડે કરવામાં આવ્યો હુમલો. હુમલો કરનાર રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર ઈસમો સહિત પાંચ ઈસમો સામે માર મારી જાતિ અપમાનિત શબ્દો બોલી સોનાની કંઠી લૂંટી લઈ જવાની સહિતની નોધાવી પોલીસ ફરિયાદ. બાલીસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

કાજલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દોઢ વર્ષ પહેલા આરોપી રમુભાઈ રબારી તેમની સાથે કામ કરતો હતો અને અલગ અલગ ગામનું બહાનું બતાવી તેમની પાસેથી પૈસા માંગતો હતો. જે આપવાની ના પાડતા કામ પરથી નકળી ગયો હતો. તેમજ તે અવાર-નવાર ડી.જે.ના પ્રોગ્રામમાં કાજલને બોલાવવા માંગતો હતો.

પરંતુ તે નહીં આવતાં તેનો ખાર રાખી ધોકાથી કાજલનો જ્યાં ડીજેનો લાઇવ પ્રોગ્રામ હતો ત્યાં આરોપીઓએ તેની ફોર્ચ્યુનર કાર ઉભી રખાવી ધોકાથી ગાડીનો કાચ તોડી નાંક્યો હતો. તેમજ કાજલ અને તેના સાથીદારોને ધોકાથી માર માર્યો હતો. આ હુમલામાં કાજલના જમણા હાથની ટીશર્ટ ફાડી નાંખી ગળમાં પહેરેલ સોનાની ત્રણ લાખની કિંમત કંઠી તોડી ઝૂંટલી લીધી હતી અને અને જાતિ વિષયક શબ્દો બોલી જાહેરમાં અપમાનીત કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *