રશિયાના આસમાન ઉપર મંડરાયો મોટો ખતરો એર ઇન્ડિયા ના વિમાનોએ લીધો મોટો ફેંસલો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 40 દિવસથી વધુ સમય વીતી ગયો છે. હજારો લોકોના જીવ ગયા છે. સમગ્ર વિશ્વમાં સંકટના વાદળો છવાયેલા છે. આ દરમિયાન એર ઈન્ડિયાએ દિલ્હી અને મોસ્કો વચ્ચેની ફ્લાઈટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.
એર ઈન્ડિયાએ મોસ્કોની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. અત્યાર સુધી એક સપ્તાહમાં 2 ફ્લાઈટ મોસ્કો માટે ઉડતી હતી. રશિયન એમ્બેસીએ પણ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે.
ટિકિટો વેચાતી નથી ઝી ન્યૂઝની સંલગ્ન વેબસાઈટ ઈન્ડિયા.કોમ અનુસાર, રશિયન એમ્બેસીએ નિવેદન આપ્યું છે કે એર ઈન્ડિયાએ દિલ્હીથી મોસ્કો અને મોસ્કોથી દિલ્હીની ફ્લાઈટની ટિકિટનું વેચાણ બંધ કરી દીધું છે. આ સાથે કંપની રદ થયેલી ફ્લાઇટના મુસાફરોને રિફંડ પણ આપશે. જો કે એર ઈન્ડિયાએ હજુ સુધી આ નિર્ણય અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
કારણ છે વીમા કંપનીઓનો ઈન્કાર!માનવામાં આવે છે કે એર ઈન્ડિયાના આ નિર્ણય પાછળ રશિયા અને તેની આસપાસ ચાલી રહેલી ગતિવિધિઓ જવાબદાર છે. હકીકતમાં, આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓએ આ વિસ્તારોમાં ઉડતા વિમાનો પર વીમો આપવાનો ઇનકાર કર્યો છે. આ કારણે એર ઈન્ડિયાએ તેની મોસ્કો ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ચારે બાજુ માત્ર બરબાદીનો જ નજારો છે. સામાન્ય લોકોમાં ભયનો માહોલ છે.