યુક્રેન ની સેનાએ એઝોવસટલમાં આત્મસમર્પણ અંગે આપી દીધો મોટો સંદેશ પુતિન પણ થઈ ગયો હકકા બક્કા
યુક્રેનિયન સૈન્યએ એઝોવસ્ટલમાં રશિયન દળની સામે આત્મસમર્પણ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. યુક્રેને કહ્યું, ‘અમારી પાસે અત્યારે હથિયારો છે. અમે અમારા અંતિમ શ્વાસ સુધી લડીશું.’ એઝોવના અધિકારીએ રશિયા પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો છે.
તેણે કહ્યું, ‘અમે ઘાયલો અને મૃતકોને આ રીતે છોડી શકતા નથી.’ અધિકારીએ એવો પણ આરોપ લગાવ્યો કે રશિયાને યુક્રેનના લોકોના જીવન સાથે કોઈ લેવાદેવા નથી.
યુક્રેને કહ્યું કે જ્યાં સુધી અમારી પાસે પાણી અને ખોરાક છે ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. જણાવી દઈએ કે એઝોવ રેજિમેન્ટ હજુ પણ મેરીયુપોલમાં રશિયાની જીતના માર્ગમાં ઉભી છે. રશિયન મિસાઇલ હુમલા છતાં અઝોવ સેનાએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે.
રશિયાએ બ્રિટિશ કમાન્ડોને ખતમ કરવાની ધમકી આપી છે.ડેઈલી સ્ટાર પોર્ટલ અનુસાર રશિયાએ બ્રિટિશ કમાન્ડોના યુદ્ધમાં પ્રવેશવાની ચર્ચાની તપાસના આદેશ આપ્યા છે. બ્રિટનને ખુલ્લેઆમ ચેતવણી પણ આપી હતી કે જો તેના કમાન્ડો રશિયન સૈન્યની આડમાં રશિયન સેના સામે લડતા જોવા મળે છે, તો પકડાશે તો તે તેમનો સફાયો કરી શકે છે.