નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો કરી લેજો આ ઉપાય આજથી જ ચાલુ એક પણ વાળ સફેદ નહિ રહે - khabarilallive
     

નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો કરી લેજો આ ઉપાય આજથી જ ચાલુ એક પણ વાળ સફેદ નહિ રહે

જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે, તો ચિંતાનું કારણ બની જાય છે, પહેલા 40થી 45ની ઉંમર પછી લોકોના વાળ સફેદ થતા હતા,  પરંતુ હવે યંગ એજમાં પણ લોકોને આવી તકલીફોનો સામનો કરવો પડે છે. આજે અમે તમને એવા ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કારણે તમારા વાળ લાંબા સમય સુધી ડાર્ક રહેશે અને સિલ્કી તથા શાઈની પણ બનશે. 

વાળ માટે કરો જટામાંસીનો ઉપયોગ 
વાળને સફેદ થવાથી બચાવવા માટે તમારે કોઈ મોંઘી પ્રોડક્ટની જરૂર નથી. આયુર્વેદમાં આ પાછળનો ખજાનો છુપાયેલો છે. જટામાંસી નામની જડીબૂટી ન માત્ર વાળ હેલ્ધી અને સ્ટ્રોંગ બનાવશે, પણ તેનાંથી સફેદ વાળનો ખતરો પણ ઓછો થશે. 

જટામાંસીનું તેલ છે ફાયદાકારક 
જટામાંસી એક એવી જડીબૂટી છે, જેનાં તેલનો ઉપયોગ કરવામાં આવે તો વાળ માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે કેમકે તે એન્ટીઓક્સીડંટથી ભરપૂર હોય છે. જટામાંસીનાં મૂળથી તેનું તેલ કાઢવામાં આવે છે.

આ સિવાય આમળા, ભૃંગરાજ અને બ્રાહ્મીને મિક્સ કરવામાં આવે, તો તેની અસર વધારે સારી મળે છે. આ તેલનાં માધ્યમથી વાળને સારું પોષણ મળે છે અને હેર ફોલની સમસ્યા પણ દૂર થાય છે. 

જટામાંસીનો પાવડર પણ લાભદાયી 
જટામાંસીનું તેલ ઉપલબ્ધ ન હોય તો તેના પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે. જટામાંસીને લીમડા કે કોકોનટનાં તેલ સાથે મિક્સ કરીને તમે વાળમાં ઘસી શકો છો. થોડા જ દિવસોમાં અસર જોવા મળશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *