વિજય દિવસ પર પુતિને 15 દેશને એક સાથે મોકલ્યો સંદેશ કહી દીધી આ મોટી વાત
રશિયા આજે તેનો વિજય દિવસ એટલે કે 9મી મેના રોજ ઉજવી રહ્યું છે. આ દિવસે રશિયન સૈનિકોએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મની પર વિજય મેળવ્યો હતો. ત્યારથી રશિયા દર વર્ષે આ દિવસે મોસ્કો પરેડનું આયોજન કરે છે.
આ દિવસે રશિયન સૈન્ય તેની ટેન્કો, મિસાઇલો સાથે તેના અત્યાધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કરે છે. દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાજધાની મોસ્કોમાં વિજય દિવસ પર મહત્વપૂર્ણ ભાષણ આપ્યું હતું. આ પહેલા તેણે યુક્રેન સહિત 15 દેશોને પણ અભિનંદન સંદેશ મોકલ્યા હતા.
અમે આ વખતે પણ જીતીશું – પુતિનપુતિનના ભાષણ પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રશિયા વિજય દિવસ પર કોઈ આક્રમક પગલું ભરી શકે છે અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન તેમના ભાષણ દરમિયાન તેની જાહેરાત કરી શકે છે.
જોકે, તમામ અટકળો વચ્ચે રશિયન રાષ્ટ્રપતિનું ભાષણ પ્રમાણમાં શાંત રહ્યું હતું. તેમણે યુક્રેન સામે રશિયાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ યુદ્ધને બીજા વિશ્વ યુદ્ધ સાથે જોડીને તેમણે કહ્યું કે 1945ની જેમ આ વખતે પણ જીત આપણી જ થશે.
પંદર દેશોને અભિનંદન સંદેશ મોકલ્યોતમને જણાવી દઈએ કે વિજય દિવસના આ ખાસ અવસર પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 15 દેશોને અભિનંદન સંદેશ મોકલ્યો છે. આ પંદર દેશોમાં યુક્રેનનો પણ સમાવેશ થાય છે.
પુતિને પોતાના અભિનંદન સંદેશમાં લખ્યું છે કે 1945ની જેમ આ વખતે પણ જીત અમારી જ થશે. પોતાની સેનાના વખાણ કરતાં પુતિને લખ્યું, ‘આપણા સૈનિકો તેમના પૂર્વજોની જેમ માતૃભૂમિને નાઝીઓથી મુક્ત કરાવવા માટે લડી રહ્યા છે. આપણી ફરજ નાઝીવાદને રોકવાની છે, પરંતુ તે ઘણા દેશોને ભારે પીડા આપી રહી છે.