આ કેસમાં જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલને પૂરી દીધા જેલમાં આટલા મહિનાની સજા - khabarilallive
     

આ કેસમાં જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલને પૂરી દીધા જેલમાં આટલા મહિનાની સજા

મહેસાણા શહેરમાં આવેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં જિજ્ઞેશ મેવાણી, રેશમાં પટેલ સહિત કેટલાક લોકોએ 2017માં આઝાદીની કૂચની રેલી પરમિશન વિના યોજી હતી. એ મામલે જે-તે સમયે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં 17 સામે ફરિયાદ દાખલ થઈ હતી.

એ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ થઈ હતી. સમગ્ર કેસમાં કુલ 17 આરોપી હતા, જેમાં 12 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ હતી તેમજ 5ના વિરુદ્ધ પેન્ડિંગ રાખવામાં આવી હતી. એમાં 12 આરોપીમાંથી કનૈયા કુમારની ચાર્જશીટમાં તેઓ હજાર ન થતાં તેમની ટ્રાયલ માટે અલગ કેસ કર્યો હતો. 12 આરોપીમાંથી એક આરોપી ગુજરી ગયા બાદ હાલમાં 10 આરોપીને સ જા ફટકારવામાં આવી છે.

આ મામલે NCP નેતા રેશમા પટેલે જણાવ્યું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ, પરંતું બીજેપીના રાજમાં ‌જનતા માટે ન્યાય માગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહિ શકે. અમે જનતાને ન્યાય માટે હંમેશાં લડતા રહીશું.

શું હતો સમગ્ર મામલો?21 જૂન 2017ના રોજ બનાસકાંઠાના ધાનેરા ખાતે બનેલા બનાવને લઈને મહેસાણા ખાતે 12 જુલાઈ 2017ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના કન્વીનર કૌશિક પરમારે મહેસાણામાં આવેલા સોમનાથ ચોકમાં સભા અને રેલીનું આયોજન કર્યું હતું.

જોકે સભા યોજવા અને રેલી કાઢવા અંગેની કોઈ પરમિશન ના લેતા મહેસાણા એ ડિવિઝન પી.આઈ વી.જે.જાડેજાએ સભામાં સામેલ 17 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
ટા લઈ જવાયા હતા. આ દરમિયાન તેમના વિરૂદ્ધ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવતર્ણૂંક અને ગાળો આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *