યુક્રેન યુદ્ધમાં રશિયાનો નવો પ્લાન પુતિન મૂકી દેશે પોતાની સત્તા આ ખતરનાક કમાન્ડર લેશે તેની જગ્યા - khabarilallive    

યુક્રેન યુદ્ધમાં રશિયાનો નવો પ્લાન પુતિન મૂકી દેશે પોતાની સત્તા આ ખતરનાક કમાન્ડર લેશે તેની જગ્યા

શું રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન કોઈ જીવલેણ રોગ સામે લડી રહ્યા છે? શું તેમણે બીમારીના કારણે સત્તા છોડવાનો નિર્ણય લીધો છે? આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.

પુતિન કોલોન કેન્સર અને પાર્કિન્સન સામે લડી રહ્યાં છે?’ધ સન’ના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય ક્રેમલિનના આંતરિક સૂત્રોએ દાવો કર્યો છે કે 69 વર્ષીય વ્લાદિમીર પુતિન પેટના કેન્સર અને પાર્કિન્સન રોગ સામે લડી રહ્યા છે. તેને જલ્દી કેન્સરનું ઓપરેશન કરાવવાનું છે. જેના માટે તે પોતાના ખાસ સાથી અને કટ્ટર જાસૂસ ચીફ નિકોલાઈ પાત્રુશેવને સત્તા સોંપવા જઈ રહ્યા છે.

70 વર્ષીય નિકોલાઈ પાત્રુશેવને યુક્રેન સામેની યુદ્ધ વ્યૂહરચનાનાં અગ્રણી આર્કિટેક્ટ તરીકે જોવામાં આવે છે. સ્ત્રોતો દાવો કરે છે કે તે પાત્રુશેવે જ પુતિનને ખાતરી આપી હતી કે યુક્રેનિયન સરકાર નિયો-નાઝીવાદથી છલકાઈ રહી છે અને રશિયા સામે મોટા કાવતરાઓ ઘડી રહી છે.

નિકોલાઈ પાત્રુશેવ રશિયાના નવા શાસક બની શકે છે.રિપોર્ટ અનુસાર, પુતિને (વ્લાદિમીર પુતિન) પોતાના ખાસ સાથીદારો સાથે ચર્ચા કરી છે કે તેઓ જલ્દી જ મેડિકલ તપાસની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છે. સારવાર કરી રહેલા ડોકટરોનું કહેવું છે કે તેમને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે પરંતુ તે ક્યારે થશે તે તેઓ જ કહી શકશે. જ્યાં સુધી તે સર્જરી બાદ ફિટ નહીં થાય ત્યાં સુધી તે સરકાર ચલાવી શકશે નહીં. જોકે, પુતિનને લાગે છે કે ઓપરેશન બાદ તે જલ્દી ફિટ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *