તમે શેર તો અમે સવા શેર ભારતે પણ આપ્યો ચીનના વિદ્યાર્થીઓને સોથી મોટો ઝટકો
ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ અસોસિએશન (IATA)ના જણાવ્યા પ્રમાણે ભારતે ચીની નાગરિકો માટે જાહેર કરેલા ટુરિસ્ટ વિઝા હવેથી માન્ય નહીં ગણાય. જોકે ટોચના અધિકારીઓના કહેવા પ્રમાણે ભારત હજુ પણ ચીની નાગરિકોને વેપાર, રોજગાર, રાજદ્વારી અને સત્તાવાર વિઝા આપી રહ્યું છે.
ચીન 20,000થી વધારે ભારતીય વિદ્યાર્થીઓને પરત આવવા મંજૂરી નથી આપી રહ્યું અને ત્યાર બાદ ચીની પર્યટકોના વિઝા સસ્પેન્ડ કરવાની આ ઘટના સામે આવી છે.
આ વિદ્યાર્થીઓ કોરોનાના કારણે ભારત પરત આવી ગયા હતા અને હવે તેમણે અભ્યાસ પૂરો કરવા માટે ચીનની મંજૂરી માગી તો તેમને વેઈટિંગ લિસ્ટમાં રાખી દેવામાં આવ્યા હતા. ઉપરાંત થાઈલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાના વિદ્યાર્થીઓને પરત આવવાની મંજૂરી અપાયા બાદ પણ વેઈટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ગત મહિને ભારત પ્રવાસે આવેલા પોતાના સમકક્ષ વાંગ યી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી પરંતુ હજુ સુધી બેઈજિંગ તરફથી કોઈ જવાબ નથી આવ્યો.