રશિયા યુક્રેન યુદ્ધમાં ફેમસ હિરોઈન એન્જેલિના જોલી પણ બની શિકાર

યુક્રેન તથા રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં ચારેબાજુ તબાહીનો માહોલ છે. આ દરમિયાન 46 વર્ષીય હોલિવૂડ સ્ટાર એન્જેલિના જોલીએ યુક્રેનની મુલાકાત લઈને તમામને નવાઈમાં મૂકી દીધા છે. આ મુલાકાત દરમિયાન અચાનક હવાઈ હુમલો થવાનો સંકેત આપતી સાઇરન વાગી હતી.

જોલીની સલામતી માટે ટીમ તેને બંકરમાં લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જોલી પહેલાં હોલિવૂડ એક્ટર શૉન પેન પણ યુક્રેનની મુલાકાતે આવ્યો હતો. એન્જેલિના જોલી યુક્રેનના પશ્ચિમે આવેલા લ્વીવ શહેરની મુલાકાતે ગઈ હતી. અહીંયા અચાનક જ હવાઈ હુમલો થશે તેવી સાઇરન વાગી હતી.

આ દરમિયાન જોલીને સલામત રીતે બંકરમાં લઈ જવામાં આવી હતી. એક્ટ્રેસે કેમેરા સામે જોઈને હાથ ઊંચો કરીને ‘હું ઠીક છું’ તેમ કહ્યું હતું. જોલી યુનાઇટેડ નેશન રેફ્યુજી એજન્સીમાં વર્ષોથી કામ કરે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી રશિયન આર્મી લ્વીવ શહેરમાં હુમલાઓ કરી રહ્યું છે. મિસાઇલ અટેકમાં સાત લોકોના મોત થયા હતા.

જોલી કેફેમાં પણ જોવા મળી
જોલીએ લ્વીવ શહેરના એક કેફેની મુલાકાત લીધી હતી. અહીંયા કેટલાંક બાળકોને તે મળી હતી. આ ઉપરાંત જોલીએ રેફ્યુજી કેમ્પની મુલાકાત લીધી હતી. જોલી યુક્રેનના મેડિકલ વોલેન્ટિયર્સને પણ મળી હતી.

આ ઉપરાંત જોલીએ ડોનેટ્સ્ક ઓબ્લાસ્ટના શહેર પોક્રોવસ્કની મુલાકાત લીધી હતી. અહીંયા તે બાળકો તથા સ્વયંસેવકોને મળી હતી. જોલીએ અનાથ બાળકો તથા ઈજાગ્રસ્તોને સાંત્વના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *