પાકિસ્તાને ભારતના સોથી મોટા દુશ્મનને આપી 31 વર્ષની સજા જાણીને દરેક ભારતીયને લાગી નવાઈ
ભારતના સૌથી મોટા દુશ્મનોમાં ટોચના સ્થાને આવતા આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાનને 31 વર્ષની સજા ફટકારી છે. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે હાફિઝને 31 વર્ષની જેલની સજા સંભળાવી છે.
આ સાથે કોર્ટે સઈદ પર 3.40 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ટેરર ફંડિંગના બે કેસમાં કોર્ટે તેને સજા સંભળાવી છે.જમાત-ઉદ-દાવા (JUD)ના વડા હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
તે જ સમયે અમેરિકાએ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઇનામ પણ રાખ્યું છે. હાફિઝ સઈદ 2008ના મુંબઈ આતંકી હુમલામાં મોસ્ટ વોન્ટેડ આતંકી છે. આ આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.
હાફિઝ સઈદની જુલાઈ, 2019માં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે લાહોરથી ગુજરાનવાલા જઈ રહ્યો હતો.