ભારતે કર્યું કમાલ ઈન્ટરનેટમાં તમને મળશે આ મોટો ફાયદો જાણીને દુનિયાના દરેક દેશ ચોંકી ગયા
જેને પગલે ઈન્ટરનેટની સ્પીડ ઘણા સમય સુધી વધી શકે છે. તો તેમણે 5-G સ્પેક્ટ્રમની હરાજી જૂનથી શરૂ થવાની આશા વ્યક્ત કરી. વૈષ્ણવે આ વાત ગુરૂવારે સંચાર ભવનમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહી. તેમણે કહ્યું કે દેશમાં 5-Gનો માર્ગ મોકળો કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર ઝડપથી કામ કરી રહી છે.
આની પહેલા ભારતીય ટેકનિકથી દેશના એક લાખ 2-G ટાવર્સને 4-G માં બદલવામાં આવશે. તેમણે કહ્યું કે આ કામ ત્રણ તબક્કામાં આગામી વર્ષના અંત સુધી પૂર્ણ થશે. જેનુ પૂર્ણ થવાથી જ્યાં ઈન્ટરનેટની સ્પીડ વધશે. તો આ 5-G સેવા શરૂ કરવા માટે આધાર બનશે.
મંત્રી વૈષ્ણવે કહ્યું કે દૂરસંચાર નિયામક (ટ્રાઈ) 5જી સેવાઓને લાગુ કરવા માટે પૂરી તૈયારી કરી રહી છે. જેના માટે ટ્રાઈએ 30 વર્ષ માટે આવંટિત થતા રેડિયો વેવ્સ માટે ઘણી બેન્ડોમાં બેસ પ્રાઈસ પર 7.5 લાખ કરોડ રૂપિયાથી વધુનો મેગા ઑક્શન પ્લાન તૈયાર કર્યો છે.
જેના માટે ટાઈમલાઈન નક્કી કરવામાં આવી. સરકાર આ મુજબ ચાલી રહી છે. જૂનમાં તેના માટે હરાજી પ્રક્રિયા શરૂ કરી શકાય છે. તેમણે કહ્યું કે સ્પેક્ટ્રમ મૂલ્ય નિર્ધારણના સંબંધમાં ઉદ્યોગની ચિંતાઓને ઉકેલવાની પ્રક્રિયા ચાલુ છે.