રશિયાનું સમર્થન કરતા દેશના આ ગામ પર હુમલો એકજ ઝટકામાં આખા ગામને તબાહ કરી નાખ્યું - khabarilallive    

રશિયાનું સમર્થન કરતા દેશના આ ગામ પર હુમલો એકજ ઝટકામાં આખા ગામને તબાહ કરી નાખ્યું

રશિયા દ્વારા યુક્રેન પરના આક્રમણમાં અનેક શહેરો કાટમાળમાં તબદિલ થયા છે. એવામાં એક ડ્રોન વીડિયોમાં ખુલાસો થયો છે કે યુક્રેનમાં રશિયન સમર્થક લુહાન્સ્કનું એક ગામ નોવોતોશ્કિવકા ગામ સંપૂર્ણપણે નષ્ટ થયું છે.

હાન્સ્કના રિજનલ એડમિનિસ્ટ્રેટર સર્હાઈ હેઈડેએ કહ્યું હતું કે વાસ્તવમાં, યુક્રેનની સેનાએ રશિયનોને જવાબ આપવા માટે રશિયન સમર્થક આ ગામને નષ્ટ કર્યુ છે પરંતુ તેમણે પોતાના ફેસબુક પેજ પર એમ દર્શાવ્યું છે કે રશિયનોને સતત હવાઈ હુમલા કરીને આ ગામને તબાહ કરી દીધું છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે.

તેની વૈશ્વિક અર્થતંત્ર પર તેની ભારે પ્રતિકૂળ અસર થઈ છે અને વિશ્વના લગભગ તમામ દેશના અર્થતંત્ર પર મોંઘવારી સ્વરૂપે ઘાતક અસર થઈ રહી છે. બીજી બાજુ રશિયા યુક્રેનના મોરચે વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. યુક્રેનના પૂર્વી ભાગોમાં રશિયા સતત હુમલા વધારી રહ્યું છે. દરમિયાન યુદ્ધ શરૂ થયું ત્યારબાદ પ્રથમ વખત અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ કીવ યાત્રા પર છે. અમેરિકાના સંરક્ષણ તથા વિદેશ મંત્રીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત યોજી હતી.

યુક્રેનના બૂચા તથા ઈરપિન શહેરમાં મળેલી સામૂહિક કબરો અંગે ચોકાવનારો ખુલાસો થયો છે. હવે આ કબરોમાં દફન કરવામાં આવેલા મૃતદેહોમાંથી ધાતુના તીર મળ્યા છે. લાશોને પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું કે મૃતકોના શરીરમાંથી નાના અને ખૂબ જ તીક્ષ્ણ ધાતુના તીર મળ્યા છે. હથિયારો અંગે અધ્યયન કરનાર નિષ્ણાતોનું કહેવું છે કે આ હથિયારોનો ઉપયોગ પ્રથમ વિશ્વ યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. 24 ફેબ્રુઆરીના રોજ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ અત્યાર સુધીમાં 215 બાળકોના મોત થયા છે. જ્યારે 391 બાળકોને ઈજા પહોંચી છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં બે બાળકોના મોત થયા છે અને બે ઈજાગ્રસ્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *