ભારતના ક્રિકેટર 65 વર્ષની ઉંમરે ચડશે ઘોડી પર 28 વર્ષ નાની છોકરી જોડે કરશે લગ્ન જુઓ - khabarilallive
     

ભારતના ક્રિકેટર 65 વર્ષની ઉંમરે ચડશે ઘોડી પર 28 વર્ષ નાની છોકરી જોડે કરશે લગ્ન જુઓ

ભારતના પૂર્વ ઓપનર અરુણ લાલ ફરી વરરાજા બનવાના છે. તેઓ 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવાના છે. પત્નીનું નામ બુલબુલ શાહા છે અને તેની ઉંમર 38 વર્ષ છે. આમ બુલબુલ અરુણ લાલ કરતાં 28 વર્ષ નાની છે.

અરુણ અને બુલબુલ ઘણાં સમયથી એકબીજાને જાણે છે. બંને ઘણા જૂના મિત્રો છે. અરુણ લાલે લગ્નના કાર્ડ પણ છપાવી દીધા છે અને તે વહેંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તેમના લગ્ન 2 મેના રોજ કોલકાતા પીયરલેસ ઈન હોટલમાં છે. લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખવામાં આવ્યું છે.

પહેલી પત્નીની મરજીથી જ બીજા લગ્ન કરી રહ્યા છે અરુણ.અરુણ લાલના પેહલાં લગ્ન રીના સાથે થયા હતા. બંનેએ સહમતીથી ડિવોર્સ લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીના ઘણાં સમયથી બીમાર છે. તેમની મરજીથી જ બીજા લગ્ન થઈ રહ્યા છે. અરુણ અને બુલબુલે એક મહિના પહેલાં જ સગાઈ કરી છે. જોકે તેમની વચ્ચે સંબંધ ઘણાં સમયથી છે.

કેવી રીતે બુલબુલ-અરુણ વચ્ચે થઈ મુલાકાત
આ વિશે બુલબુલે કહ્યું છે કે, હું અરુણને ઘણાં સમયથી ઓળખતી હતી. પરંતુ એક કોમન ફ્રેન્ડની પાર્ટીથી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બુલબુલ કોલકાતામાં એક પ્રાઈવેટ સ્કુલમાં ટીચર છે. તેમનો સૌરવ ગાંગુલી પરિવાર સાથે પણ ખુબ જૂનો સંબંધ છે. બુલબુલે જણાવ્યું કે, ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઈ અધ્યક્ષ તેમના પારિવારિક મિત્ર છે.

કેન્સરને માત આપીને બંગાળ ટીમના કોચ બન્યા
અરુણનો જન્મ 1 ઓગસ્ટ 1955માં ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તેઓ બંગાળ માટે ક્રિકેટ રમતા હતા. તેમના લગ્નમાં પણ ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ (CAB)ના અધિકારીઓ, સાથી ક્રિકેટર્સ, બંગાળના ક્રિકેટર્સ અને બાકી પરિવારજનોને આમંત્રણ આપવામાં આવશે. અરુણને 2016માં કેન્સર થયું હતું, તેના કારણે તેમણે કોમેન્ટ્રી પણ છોડી દીધી હતી. હવે તેમણે ફરી બીમારીને માત આપીને બંગાળની ટીમનું કોચિંગ સંભાળ્યું છે.

અરુણ લાલે કરિયરમાં 16 ટેસ્ટ અને 13 વન-ડે રમ્યા.અરુણ લાલ તેમના ક્રિકેટિંગ કરિયરમાં 16 ટેસ્ટ અને 13 વન-ડે રમ્યા. આ દરમિયાન ટેસ્ટમાં 729 અને વનડેદમાં 122 રન બનાવ્યા. અરુણ તેમની કરિયરમાં ઈન્ટરનેશનલ સેન્ચ્યુરી ના કરી શક્યા.

તેમણે ફર્સ્ટ ક્લાસમાં 156 મેચ રમી, જેમાં 30 સદી કરીને કુલ 10,421 રન બનાવ્યા હતા. અરુણે પહેલી ઈન્ટરનેશનલ મેચમાં 27 જાન્યુઆરી 1982ના રોજ ઈંગલેન્ડ સામે કટક વન-ડે રમી હતી. જ્યારે છેલ્લી મેચ એપ્રિલ 1989ના રોજ વેસ્ટઈન્ડિઝ સામે કિંગ્સટનમાં રમી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *