રશિયા યુક્રેન યુદ્ધમાં પુતિને ફરી બતાવ્યું પોતાનું સેતાની રૂપ નાની ક્લિપ બહાર પાડીને કર્યો મોટો ધમાકો
યુક્રેનના ભીષણ યુદ્ધ વચ્ચે રશિયાએ પોતાની સુપર-વિનાશક ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ ‘સેતાન-2’ લોન્ચ કરીને દુનિયાને પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 15 વોરહેડ્સ વહન કરતી સરમત મિસાઈલના પરીક્ષણની જાહેરાત કરી હતી.
સરમતને ‘શૈતાન મિસાઈલ’ પણ કહેવામાં આવે છે. આ મિસાઈલ બ્રિટન, ફ્રાન્સ કે અમેરિકાના ટેક્સાસ પ્રાંતને માત્ર એક જ ફટકાથી નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. આ મિસાઈલના પ્રક્ષેપણ બાદ અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને પોતાની પ્રતિક્રિયા આપી છે.
પેન્ટાગોને પુતિનની નવી મિસાઈલના જોખમને ઓછું આંક્યું છે. પેન્ટાગોનના પ્રવક્તા જ્હોન કિર્બીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “તે નિયમિત પરીક્ષણ હતું. તે કોઈ આશ્ચર્ય ન હતી. અમે આ પરીક્ષણને અમેરિકા અથવા તેના સાથી દેશો માટે ખતરો માન્યું નથી.”
રશિયાએ યુક્રેનમાં ક્યાં લશ્કરી મથકો બનાવ્યા છે? ગૂગલ મેપ્સની તસવીરો સામે આવી છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જોન કિર્બીએ કહ્યું કે રશિયાએ પહેલાથી જ યુએસને લોન્ચિંગ વિશે જાણ કરી દીધી છે. મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચે નવી રજૂ કરાયેલ ન્યુક્લિયર આર્મ્સ કંટ્રોલ ટ્રીટીને કારણે આવું બન્યું છે.
આ મિસાઇલ રશિયા દ્વારા તેના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાંથી છોડવામાં આવી હતી. આ મિસાઈલ સમગ્ર રશિયાને કવર કર્યા બાદ માત્ર 15 મિનિટમાં જ જાપાનની નજીક કામચટકા પેનિન્સુલા પાસે પડી હતી. રશિયાની આ મિસાઈલને કોઈપણ હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા રોકી શકાતી નથી અને તેથી જ તે અજેય છે.
રશિયાની નેક્સ્ટ જનરેશન મિસાઈલ સરમત છે
સરમત એ રશિયાની નેક્સ્ટ જનરેશન મિસાઇલોમાંથી એક છે. આ મિસાઈલોમાં કિંજલ અને એવન્ગાર્ડ હાઈપરસોનિક મિસાઈલો પણ સામેલ છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરમત અન્ય હથિયારોની સાથે હાઇપરસોનિક ગ્લાઈડ વાહન લઈ જવા માટે સક્ષમ છે.
રશિયન સૈન્યના જણાવ્યા અનુસાર, એવન્ગાર્ડ હાઇપરસોનિક વાહનને મિસાઇલમાં ફીટ કરી શકાય છે. સેનાએ કહ્યું છે કે એવન્ગાર્ડ અવાજની ગતિ કરતા 27 ગણી વધુ ઝડપથી ઉડવા માટે સક્ષમ છે.
સરમત મિસાઈલ કેટલી શક્તિશાળી છે?
રેશિયા દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ 115 ફૂટ લાંબી મિસાઈલ અંડરગ્રાઉન્ડ સિલોસમાંથી છોડવામાં આવી હતી.
આ દરમિયાન આગની જોરદાર જ્વાળાઓ જોવા મળી હતી. સરમત કિલર મિસાઈલમાં એક રોકેટ છે જે 16 હજાર માઈલ પ્રતિ કલાકની ઝડપે મિસાઈલને લઈ જાય છે. આ હાઈપરસોનિક મિસાઈલ પોતાની સાથે 10 થી 15 વોરહેડ્સ લઈ જઈ શકે છે.
આ સાથે આ મિસાઈલ એક જ ફટકામાં 15 પરમાણુ બોમ્બ ફેંકી શકે છે. રશિયાનો આ પરમાણુ બોમ્બ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરમાં ફેંકવામાં આવેલા એટમ બોમ્બ કરતા 1000 ગણો વધુ શક્તિશાળી છે.
બ્રિટિશ સંરક્ષણ નિષ્ણાત ડૉ. પૉલ ક્રેગ રોબર્ટે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે રશિયાની 5 કે 6 સરમત મિસાઇલ અમેરિકાના આખા પૂર્વ કિનારે રાખના ઢગલામાં ફેરવી શકે છે. રશિયાએ આ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ ઓક્ટોબર 2017માં કર્યું હતું. તે સમયે તે પૃથ્વી પરની સૌથી ખતરનાક અને ઘાતક ન્યુક્લિયર મિસાઈલ હતી.
સરમત મિસાઈલનું વજન 208 ટન છે અને તે લગભગ 18 હજાર કિમી સુધી માર કરી શકે છે. આ મિસાઈલના પરીક્ષણ બાદ રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના ડાયરેક્ટર દિમિત્રી રોગોઝિને કહ્યું કે આ હથિયાર નાટો અને યુક્રેનના સમર્થકોને ભેટ છે.