ચીન રમી ગયું ડબલ ગેમ યુક્રેન ને કરી એવી વસ્તુની મદદ કે જોઈને પુતિનના કાન થઈ ગયા લાલ - khabarilallive    

ચીન રમી ગયું ડબલ ગેમ યુક્રેન ને કરી એવી વસ્તુની મદદ કે જોઈને પુતિનના કાન થઈ ગયા લાલ

યુક્રેનની વિરુદ્ધ રશિયાએ યુદ્ધ છેડ્યા પછી અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ તેના પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે. ચીન શરૂઆતથી જ આ યુદ્ધમાં રશિયાની સાથે હોવાની વાત કરતું રહ્યું છે અને યુક્રેન પર હુમલાનો વિરોધ કર્યો નથી. પરંતુ બીજી હકીકત એ છે કે ચીન રશિયા-યુક્રેન યુદ્ધ અને રશિયા પર લાગેલા આર્થિક પ્રતિબંધો દ્વારા પોતાનું ભલું કરવામાં વ્યસ્ત છે.

રશિયા-યુક્રેન યુદ્ધને જોઈને ચીન અગાઉથી જ તેમાંથી લાભ લેવાની કોશિશોમાં લાગી ગયું હતું. યુદ્ધ શરૂ થયા પછી પણ તેણે માત્ર રશિયા જ નહીં પરંતુ યુક્રેનને પણ પોતાના લાભ માટે ઉપયોગમાં લીધું છે અને બંને દેશોને પોતાના ડ્રોન આપી રહ્યું છે.

ચાલો જાણીએ કે આખરે ચીને કઈ રીતે રશિયા જ નહીં યુક્રેનનો પણ લાભ ઉઠાવ્યો? ચીન કેવી રીતે રશિયા અને યુક્રેન સાથે રમી રહ્યું છે ડબલ ગેમ? કઈ રીતે રશિયા સાથેની ભાગીદારીથી ચીનને થઈ રહ્યો છે વધુ લાભ?

યુક્રેન અને રશિયા બંનેને ચીને આપ્યા પોતાના ડ્રોન?.એક તરફ ચીન યુક્રેનની વિરુદ્ધ લડાઈમાં રશિયાનું મિત્ર હોવાનો દાવો કરતું રહ્યું છે તો બીજી તરફ પોતાના લાભ માટે તે યુક્રેનને રશિયા સાથેની લડાઈ માટે ડ્રોનની સપ્લાઈ પણ કરી રહ્યું છે. રશિયા સાથેની દોસ્તીની સાથે જ ચીનની યુક્રેન સાથે પણ ડિફેન્સ ડીલ છે. આ સાથે જ યુક્રેને ચાઈનીઝ કંપની પર આ ડ્રોન રશિયાને પણ વેચવાનો આરોપ લગાવ્યો છે.

યુક્રેનના નાયબ વડાપ્રધાન માયખાઈલો ફેડેરોવના અનુસાર, યુક્રેને ચાઈનીઝ કંપની DJI પાસેથી 2372 ક્વાડકોપ્ટર અને 11 મિલિટરી અનમેન્ડ એરિયલ વ્હીકલ ડ્રોન 68 મિલિયન એટલે કે લગભગ 513 અબજ રૂપિયામાં ખરીદ્યા છે.

15 અબજ ડોલરની ડ્રોન કંપની, ચીનની DJIએ તેના ડ્રોનના યુક્રેનના યુદ્ધમાં ઉપયોગનો ઈનકાર કરીને કહ્યું કે તેના ડ્રોન સેનાના ઉપયોગ માટે બનાવાયા નથી અને તે માત્ર સિવિલિયન્સ ડ્રોન બનાવે છે.

બીજી તરફ હાલમાં જ યુક્રેને આરોપ લગાવ્યો કે ચાઈનીઝ કંપની DJIના ડ્રોનનો ઉપયોગ રશિયન સેના યુક્રેનની મિસાઈલને નેવિગેટ કરવામાં કરી રહી છે.

યુક્રેને ચીનને તાત્કાલિક રશિયા દ્વારા આ ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા માગ કરી. જો કે ચાઈનીઝ કંપનીએ કહ્યું કે જો રશિયા પાસે આ ડ્રોન છે ત્યારે પણ તેમની પાસે તેમને ડિએક્ટિવ કરવાની ટેકનીક નથી.

યુદ્ધ અગાઉ જ રશિયા સાથે કરી લીધો હતો ઘઉં, ગેસ, કોલસા ખરીદવાનો કરાર. ચીને 24 ફેબ્રુઆરીએ યુક્રેન યુદ્ધ શરૂ થતા અગાઉ જ તેની ભાળ મેળવી લીધી હતી. તેથી ફેબ્રુઆરીની શરૂઆતમાં જ રશિયા સાથે ઘઉંની આયાત પર લગાવેલા ઘઉંની આયાત પર લાગેલા પ્રતિબંધને હટાવતા રશિયા પાસેથી વધુ ઘઉં ખરીદવાની ડીલ કરી હતી અને ગેસ ખરીદીને લઈને મોટો કરાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *