બ્રિટનના પ્રધાનમંત્રી આવ્યા ભારત રશિયા અને ભારત વચ્ચેના સબંધ વિશે આપી દીધું મોટું નિવેદન
બ્રિટનના પ્રધાનમંત્રી પોતાના 2 દિવસીય ભારત પ્રવાસ પર અમદાવાદ પહોંચ્યા છે. આ સમયે તેમણે કહ્યું કે અમે આ વર્શના અંત સુધી ભારતની સાથે વધુ એક મુક્ત વેપાર કરવાની આશા કરી રહ્યા છીએ. બોરિસ જોન્સને કહ્યું કે, દરેક વ્યક્તિ જાણે છે કે ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક રીતે ખૂબ જ અલગ સંબંધો છે.
તેમણે કહ્યું કે, વિશ્વ અર્થવ્યવસ્થાના મોટા ભાગને જોતા એવું કરવું યોગ્ય છે. ભારત અને બ્રિટન બન્ને દુનિયાભરમાં ચાલી રહેલા તણાવને લઇને ચિંતિત છે. અમે બન્ને લોકશાહી છીએ અને અમે એકસાથે રહેવા માંગીએ છીએ.
બ્રિટિશ પીએમએ કહ્યું કે, ભારત અને યૂકેની પાસે પોતાની સુરક્ષા અને રક્ષા ભાગીદારીને મજબૂત કરવાનો પણ અવસર છે. બોરિસ જૉનસને કહ્યું કે, જેમકે હું જોઈ રહ્યો છું ભારત અને રશિયા વચ્ચે ઐતિહાસિક રીતે બહુ જ અલગ સંબંધ છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં રશિયા અને યૂકેની સાથે ભારતના સંબંધ મજબૂત થયા છે. આપણે તે વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવી પડશે. તેમણે કહ્યું કે, આ સંબંધમાં હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરીશ.
બૂચામાં થયેલા અત્યાચારની ભારતે પણ કરી છે નિંદાઃ જોનસન
તેમણે કહ્યું કે, યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેમ છતા હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે જરૂર ચર્ચા કરીશ.
જો તમે ભારતીયોના નજરીયાથી જુઓ તો જે પ્રકારે અત્યાચાર કરવામાં આવ્યા છે તેની આખી દુનિયાએ નિંદા કરી છે. ભારતીઓએ પણ આ ઘટનાની મજબૂતીથી નિંદા કરી