રશિયા યુક્રેન યુદ્ધમાં જેલેંકીએ રડતા રડતા આપ્યું યુદ્ધ પૂર્ણ કરવા અંગે આપ્યું એવું નિવેદન જેની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે
ઝેલેન્સ્કીએ ફરીથી હથિયારોની માંગ કરી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસે ને દિવસે વધારે ને વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, રશિયન સૈન્યએ યુક્રેનના શહેરો પર બોમ્બ અને મિસાઈલ હુમલાઓ તેજ કરી દીધાં છે.
એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ફરીથી હથિયારોની માંગ કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘જો અમારી પાસે અમને જેની જરૂરિયાત છે તે હથિયારો હોત તો અમે આ યુદ્ધ ઘણા સમય પહેલાં જ ખતમ કરી દીધું હોત.’
મહત્વનું છે કે, કિવના પ્રાદેશિક પોલીસ વડા એન્ડ્રી નેબિટોવે જણાવ્યું છે કે, રશિયાના હુમલામાં પ્રદેશના એક હજારથી વધુ નાગરિકો માર્યા ગયા છે. ત્યારે ઝેલેન્સ્કીએ સાથી દેશોને શસ્ત્રો પૂરા પાડવા માટે આહવાન કરતાં કહ્યું છે કે, એ વ્યાજબી નથી કે અમે હજુ પણ પૂછવા માટે મજબૂર થઇ રહ્યાં છીએ કે સહયોગી દેશ આટલાં વર્ષોથી શું સંગ્રહ કરી રહ્યું હતું.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, રશિયન સેનાએ આ યુદ્ધમાં ખુદને ઈતિહાસની સૌથી બર્બર અને અમાનવીય સેના તરીકે નોંધણી કરાવશે. તેઓએ કહ્યું કે નાગરિકોની ઇરાદાપૂર્વક હત્યા, નાગરિકોના રહેણાંક સંકુલ અને માળખાકીય સુવિધાઓનો વિનાશ, તમામ પ્રકારના પ્રતિબંધિત શસ્ત્રોનો ઉપયોગ રશિયન સૈન્યની નિર્દયતાની સાક્ષી આપે છે. બીજી તરફ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પુતિનને યુદ્ધ અપરાધ માટે જવાબદાર ગણાવ્યા છે.
જર્મન ચાન્સેલરે યુક્રેનને શસ્ત્રોનો પુરવઠો ચાલુ રાખવાની જાહેરાત કરી અને એમ પણ કહ્યું કે, જર્મનીની શસ્ત્ર સપ્લાય ક્ષમતા હવે લગભગ ખતમ થઈ ગઈ છે. અમારી સરકાર એ માટે હથિયાર ઉત્પાદકો સાથે મળીને કામ કરશે.
તેમણે એવો પણ આગ્રહ કર્યો છે કે, યુક્રેનનાં સૈનિકોને એ હથિયાર આપવામાં આવે કે જેનો ઉપયોગ તેઓ કરતા રહ્યાં છે. જર્મન ચાન્સેલરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, NATO યુક્રેન યુદ્ધમાં સીધો હસ્તક્ષેપ નહીં કરે