પુતિન હાથમાં લઈને ફરે છે એવી વસ્તુ જેનું એક બટન દબાવતા જ યુક્રેન નહિ આખી દુનિયા ની થઈ જશે હાલત ખરાબ - khabarilallive    

પુતિન હાથમાં લઈને ફરે છે એવી વસ્તુ જેનું એક બટન દબાવતા જ યુક્રેન નહિ આખી દુનિયા ની થઈ જશે હાલત ખરાબ

છેલ્લા કેટલાક દિવસોથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સાથે નજરે પડનારી એક બ્રીફકેસની ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં આ કોઈ સાધારણ બ્રીફકેસ નથી, પરંતુ પુતિનની ન્યૂક્લિયર બ્રીફકેસ છે, જેમાં પરમાણુ હુમલાનો આદેશ આપવાની સિસ્ટમ રહેલી હોય છે. યુક્રેનની સાથે યુદ્ધ શરૂ થયા પછીથી જ પુતિને પોતાના ન્યૂક્લિયર વેપન્સને એલર્ટ મોડ પર રાખ્યા હતા.

એવામાં હવે પુતિન ન્યૂક્લિયર બ્રીફકેસની સાથે નજરે પડતા ફરી એકવાર આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું પુતિન યુક્રેન પર ન્યૂક્લિયર એટેક કરવાના છે.

એવામાં ચાલો જાણીએ કે આખરે શું છે પુતિનની ન્યૂક્લિયર બ્રીફકેસ? આનાથી કેવી રીતે આપવામાં આવે છે ન્યૂક્લિયર એટેકનો કમાન્ડ? શા માટે છે આનાથી યુક્રેન અને દુનિયાને જોખમ? શું ભારતીય PMની પાસે પણ હોય છે ન્યૂક્લિયર બ્રીફકેસ?

સામાન્ય રીતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન જ્યાં પણ જાય છે, પોતાની સાથે ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે રાખે છે, પરંતુ યુક્રેન પર હુમલા પછી હાલમાં જ કેટલાક જાહેર કાર્યક્રમો દરમિયાન જ્યારે પુતિન આ ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે નજરે પડ્યા તો એ ચર્ચા શરૂ થઈ ગઈ કે શું પુતિન યુક્રેન પર ન્યક્લિયર એટેકની તૈયારી કરી રહ્યા છે.

હાલના દિવસોમાં પુતિનની સાથે આ ન્યૂક્લિયર બ્રીફકેસ સૌપ્રથમ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ત્યારે નજરે પડી, જ્યારે તે વ્લાદિમિર જિરિનોવ્સકીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મોસ્કોના એક ચર્ચમાં પહોંચ્યા હતા. જિરિનોવ્સકીએ પુતિનના યુક્રેનના હુમલાની તારીખની અગાઉ જ ભવિષ્યવાણી કરી દીધી હતી.

બીજી વત આ ન્યૂક્લિયર બ્રીફકેસ હાલમાં જ બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેંકોની સાથે પુતિનની મુલાકાત દરમિયાન નજરે પડી. બંને પ્રસંગે આ ન્યૂક્લિયર બ્રીફકેસને પુતિનના એક બોડીગાર્ડે પકડી રાખી હતી.

રિપોર્ટ્સ અનુસાર, હાલના દિવસોમાં પુતિન પોતાની સંભવિત હત્યાની કોશિશોથી પણ ડરેલા છે અને તેથી પોતાનું સુરક્ષા ચક્ર વધુ મજબૂત કર્યુ છે. એક રિપોર્ટ અનુસાર, કોરોના વેક્સિનના આઠ ડોઝ લગાવ્યા પછી પણ પુતિન કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમને થાઈરોઈડ કેન્સર હોવાની પણ અટકળો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *