શરીરના સોથી મહત્વપૂર્ણ અંગ કિડની માટે ખૂબજ નુકશાન દાયક છે આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાતા - khabarilallive
     

શરીરના સોથી મહત્વપૂર્ણ અંગ કિડની માટે ખૂબજ નુકશાન દાયક છે આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાતા

કિડની શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. કારણ કે તેની મદદથી આપણું લોહી સાફ થાય છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. પરંતુ ડાયાબિટીસનો રોગ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. કિડનીને નુકસાન થતું અટકાવવા માટે બ્લડ સુગરને નિયંત્રિત કરવુ જરૂરી છે.

ડાયાબિટીસ કિડનીને કેવી રીતે નુકસાન કરે છે?
જો બ્લડ શુગરનું લેવલ કંટ્રોલ બહાર થઈ જાય છે તો ધીમે ધીમે તે કિડનીમાં રહેલા ગ્રુપ ઓફ બ્લડ વેસેલ્સને નુકસાન પહોંચાડે છે. જ્યારે આ નસો નબળી પડવા લાગે છે ત્યારે કિડની યોગ્ય રીતે લોહીને સાફ કરી શકતી નથી. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ જાય છે અને કિડની ડેમેજ પણ થઈ શકે છે.

કિડનીને બચાવવા શુગર લેવલ કરો કંટ્રોલ
આરોગ્ય નિષ્ણાતોના મતે કિડનીની બીમારીથી પીડિત દર્દીએ શુગરને કંટ્રોલમાં રાખવી જરૂરી છે. આ માટે તેઓએ તેમની જીવનશૈલીમાં ઘણા ફેરફારો લાવવા જોઈએ જેવા કે….

ભોજનનું ખાસ ધ્યાન રાખો.ગુસ્સો ઓછો કરો
સ્ટ્રેસ ન લો.નિયમિત વ્યાયામ કર.રોજ યોગ કરો.જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેને નિયંત્રણમાં રાખો.જો તમને લાંબા સમયથી પેટમાં દુખાવો રહેતો હોય તો સોનોગ્રાફી ટેસ્ટ અને IgA નેફ્રોપથી ટેસ્ટ કરાવો.

કિડનીની સમસ્યામાં આ ખોરાક ન ખાતા.વધુ પડતા મીઠાનું સેવન ન કરો..ઉચ્ચ પોટેશિયમ ધરાવતા શાકભાજીથી દૂર રહો.દૂધ, દહીં અને ચીઝથી દૂર રહો. કારણ કે તેમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે.પેક્ડ ફૂડનું સેવન ન કરો.અથાણું, ડ્રાય ફિશ અને સોફ્ટ ડ્રિંક્સનું સેવન ન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *