રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે કર્યું મોટું કામ આ દેશએ આપ્યું વચન જ્યારે જરૂર પડશે ત્યારે આપીશ મદદ - khabarilallive    

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે કર્યું મોટું કામ આ દેશએ આપ્યું વચન જ્યારે જરૂર પડશે ત્યારે આપીશ મદદ

કોરોના મહામારી બાદ ભારતે દુનિયાના કેટલાય દેશોની ખૂબ મદદ કરી મોકલી છે. પોતાના પાડોશી દેશોની મદદ માટે પણ ભારત હંમેશા તૈયાર રહે છે. પોતાના ખરાબ દિવસોમાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની મદદ કરીને ભારતે સૌથી મોટી મિસાલ રજૂ કરી છે. જેના સમગ્ર દુનિયામાં વખાણ થઈ રહ્યા છે.

અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF)ના વહીવટી સંચાલક ક્રિસ્ટાલિના જોર્જીવાએ શ્રીલંકાને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ભારતની મદદના વખાણ કર્યા હતા. તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણને વિશ્વાસ અપાવ્યો છે IMF શ્રીલંકાની મદદ માટે ભારત સાથે મદદ માટે એક્ટિવ રહેશે.

જોર્જીવાની આ ટિપ્પણી વોશિંગ્ટન ડીસીમાં સીતારમણ સાથે આઈએમએફ-વિશ્વ હબેંકની સ્પ્રિંગ મીટિંગ દરમિયાન થઈ હતી. હાલમાં ભૂ-રાજનીતિક ઘટનાક્રમ પર ચર્ચા કરતા, સીતારમણ અને જોર્જીવાએ વૈશ્વિક અર્થવ્યવસ્થઆ પર તેના પ્રભાવ અને ઊર્જાની વધતી કિંમતો સાથે જોડાયેલ પડકારો વિશે ચિંતા જતાવી હતી.

શ્રીલંકામાં સૌથી મોટું આર્થિક સંકટ આવી પડ્યું
ભોજન અને ઈંધણની કમી, વધતી કિમતો અને વિજળી કાપના કારણે શ્રીલંકાની આઝાદી બાદ પોતાના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જેનાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે.

સરાકર દ્વારા સ્થિતિના નિવારણમાં નિષ્ફળ રહેવાના પરિણામે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આર્થિક સ્થિતિના કારણે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માગને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

કોવિડ કંટ્રોલ અને રસીકરણ પર શુભકામના આપી.જોર્જીવાએ ભારતમાં કોરોના કંટ્રોલ કરવામાં સફળતા મેળવવા અને રસીકરણ ક્રાર્યક્રમ માટે પણ શુભકામના આપી હતી. નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર તેમણે અન્ય નબળા દેશોને કોવિડ રાહત મદદ આપવા માટે ભારતના વખાણ કર્યા હતા.

મંત્રાલયના જણાવ્યા અનુસાર જોર્જીવાએ ભારતની લક્ષિત નીતિઓ પર પણ ચર્ચા કરીને ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક સંકટો હોવા છતાં પણ કેવી રીતે ટકી રહી તેના પર ચર્ચા કરી હતી.

અમેરિકા પ્રવાસે છે સીતારમણ નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે અમેરિકાની મુલાકાતે વોશિંગ્ટનમાં પહોંચ્યા છે. અહીં તેઓ વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય ભંડોળની બેઠકોમાં ભાગ લેશે.

સીતારમણ અમેરિકા પોતાની સત્તાવાર યાત્રા દરમિયાન જી 20 દેશોના નાણામંત્રીઓ સાથે તથા કેન્દ્રીય બેંકોના ગવર્નરો સાથે બેઠકમાં જોડાશે. ઉપરાંત ઈંડોનેશિયા, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાના નાણામ્ંત્રીઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *