સુપર સ્ટાર સલમાન ખાનને કરડ્યો સાપ રાત્રે ત્રણ વાગે દાખલ કરવામાં આવ્યા હોસ્પિટલમાં
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સાપે ડંખ માર્યો છે. પનવેલના ફાર્મહાઉસમાં સલમાન ખાનને શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે સાપ કરડ્યો હતો.બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સાપે ડંખ માર્યો છે. પનવેલના ફાર્મહાઉસમાં સલમાન ખાનને શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે સાપ કરડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનને ઝે ર વિનાના સાપે ડંખ માર્યો છે, તેથી દબંગ ખાન પર તેની ખાસ અસર થઈ નથી. સાપના ડંખ બાદ સલમાન ખાનને નવી મુંબઈના કામોથે વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.