હાર્દિક પંડ્યાએ સોશીયલ મીડિયા પર માહી સાથે ફોટો શેર કર્યો પરંતુ નીચે જે લખ્યું તે વાંચીને લોકોએ તેનો ઉધડો લીધો
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઈટન્સ પોતાની ડેબ્યૂ સીઝનમાં જ કમાલ પર કમાલ કરી રહી છે. આ ટીમનું સ્થાન પોઈન્ટ ટેબલમાં પ્રથમ છે. રવિવારે ડબલ હેડર મુકાબલાની બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થયો હતો.
આ મુકાબલાનાં શરુ થયા પહેલા જ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ભાઈચારો જોવા મળ્યો હતો, જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પંડ્યા – ધોનીનો ભાઈચારો .IPL 2022ની 29મી મેચ ગઈકાલે એટલે કે રવિવાર 17 એપ્રિલનાં રોજ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમવામાં આવી હતી. આ મેચ પહેલા ગુજરાત ટાઈટન્સનાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ધોની સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે – મારો મુખ્ય માણસ.
હાર્દિક પંડ્યાએ શેર કરેલી આ પોસ્ટ ઘણા ફેન્સને પસંદ પડી તો ઘણા ફેન્સ એવા પણ છે, જેમણે હાર્દિક પંડ્યાને ટ્રોલ પણ કર્યા. તો ચાલો જાણીએ ફેન્સનાં રિએક્શન.
કોઈએ લખ્યું હતું કે તો હારી જજે આજે એની સામે.બીજા વ્યક્તિએ લખ્યું કે આ કેપસન તો છોકરીઓ લખે પોતાના પતિ માટે
કોઈએ લખ્યું કે તારો મેઈન માણસ તો વિજય સંકર છે