ભારત પાકિસ્તાનના સબંધોમાં મોટી ઉલટફેર નવા પ્રધાનમંત્રી અવતાજ કર્યું આ કામ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પત્ર લખીને નવી સરકારની નિર્માણ બદલ શુભકામના આપી હતી, જેના પર જવાબ મળ્યો છે. શહબાઝ શરીફે પીએમ મોદીને જવાબી પત્રમાં કહ્યું છે

પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગાત્મક સંબંધોની માગ કરે છે અને ક્ષેત્રિય શાંતિ અને સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેમણે આ વાત પીએમ મોદીની એ વાતનો જવાબ આપ્યો છે, જેમા તેમણે કહ્યું કે, પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીને જમીનથી આતંકવાદને ખતમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

પીએમ મોદીએ આપી હતી શુભકામના પીએમ મોદીએ પત્ર લખતાં પહેલા એક ટ્વિટ કરીને નવા પ્રધાનમંત્રીને શુભકામનાઓ આપી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, મિયાં મુહમ્મદ શહબાઝ શરીફને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ શુભકામના. ભારતમાં પોતાના ક્ષેત્રમાં આતંકવાદ મુક્ત શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે.

જેનાથી આપણે દેશના વિકાસ દરમિયાન આવનારા પડકારો પર ધ્યાન કેન્દ્રિક કરી શકીએ અને પોતાના લોકોની ભલાઈ તથા સમૃદ્ધિને સુનિશ્ચિત કરી શકીએ. આપને જણાવી દઈએ કે, પીએમ મોદીનએ શુભકામનાવાળુ ટ્વિટ ઓગસ્ટ 2018માં ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા ત્યારે જેવું મોકલ્યું હતું કે, તેના જેવું જ આ વખતે પણ ટ્વિટ કર્યું હતું.

આતંકવાદના કારણે બંને દેશોના સંબંધો ખરાબ થયાં.શહબાઝ શરીફે કાર્યભાર સંભળવાની સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંબંધોમાં સુધાર માટે ઈસ્લામાબાદ, રાવલપીંડી અને લાહોરને સતર્કતા સાથે આશા ભરેલી નજરોની સાથે સાથે જોઈ રહ્યા છે, ટોપના સૂત્રોએ કહ્યું કે, શાસનમાં પરિવર્તનથી રાજદ્વારી ઉદ્ધાટનની રજૂઆત થઈ શકે છે.

સામરિક પ્રતિષ્ઠાનના સૂત્રો અનુસાર, તેના દૂરંદેશી પ્રભાવ બની શકે છે. આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકી હુમલો અને કલમ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવાથી બંને દેશ વચ્ચે સંબંધ તૂટી ગયા હતા. સ્થિતિ એવી આવી કે, બંને દેશના રાજદ્વારીને નાના કરી દેવામાં આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *