અમદાવાદના વિદ્યાર્થીએ બનાવ્યું એવું કૂલર AC ને પણ આપશે ટક્કર ભાવ જાણીને નવાઇ લાગશે - khabarilallive    

અમદાવાદના વિદ્યાર્થીએ બનાવ્યું એવું કૂલર AC ને પણ આપશે ટક્કર ભાવ જાણીને નવાઇ લાગશે

આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આ વખતે સૂરજદાદા કો પાયમાન થયા છે. આગ ઝરતી ગરમીમાં લોકોએ રહેવું પણ અઘરું રહ્યુ છે. અને લોકોએ ગરમીથી બચવા એસી અને કુલરનો સહારો  લેવો પડ્યો છે.

ગવર્મેન્ટ પોલીટેકનીક અમદાવાદના વિધાર્થીઓએ બજારમાં મળતા કુલરથી હટકે અને એસીને પણ હંફાવે તેવું કુલર બનાવ્યું છે. જે તમને ગરમીમાં પણ ઠંડા ઠંડા કુલ કુલનો અહેસાસ કરાવશે.

વિધાર્થીએ બનાવેલું આ કુલર રેફ્રીઝરેટર બેઝડ છે. જે ગરમીની અકળામણથી આપશે છુટકારો અને શીતળ ઠંડક. કેવું છે એ રેફ્રીઝરેટર બેઝડ કુલર અને કેવીરીતે તે કરે છે કામ તે જાણવું જરૂરી છે. 

સામાન્ય રીતે કુલરમાં પાણી નાખવામાં આવે છે.પણ કુલરમાં નાખવામાં આવતું પાણી આપમેળે જ ઠંડુ થાય તો… તો ચોક્કસથી તે ઠંડી હવા આપશે જ. જી હા આ પ્રકારનું કુલર બનાવ્યું છે અમદાવાદ ની સરકારી પોલીટેકનીકના મિકેનિકલ વિભાગના જીગીશાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિધ્યાર્થી અક્ષત પટેલ, કીશન ચોધરી, જતીન ભુવા, નીલ ચોવટીયા અને હરીન ચુડાસમાએ રેફ્રિજરેશન આધારિત એર કૂલર બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *