એક તરફ પાટીદારને બનાવામાં આવ્યા મુખ્યમંત્રી બીજી તરફ ખોડલધામના બેનર ઉતારી પાટીદારની આસ્થા સાથે રમત રમતી - khabarilallive
     

એક તરફ પાટીદારને બનાવામાં આવ્યા મુખ્યમંત્રી બીજી તરફ ખોડલધામના બેનર ઉતારી પાટીદારની આસ્થા સાથે રમત રમતી

એક તરફ પાટીદાર મુખ્યમંત્રી બનાવી પટેલો સાથે હોવાનું કહી બીજી તરફ પાટીદારોનું આસ્થાનું પ્રતીક એવા ખોડલધામના બેનર ઉતારી લોકોની ભાવનાઓ સાથે ચેડા કરી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં પાટીદારોમાં આ કારણે રોશ જોવા મળી રહ્યો છે.

આજે એટલે કે રવિવારના રોજ સુરતના આંગણે નરેશ પટેલ પધારવાના છે અને વિશાળ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે ખોડલધામ કાગવડ ખાતે આગામી 2022 માં 5 મો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યુ છે.

ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ અલગ અલગ સ્થળે જઈ પાટોત્સવ વધારવા માટે આમંત્રણ આપવા જઈ રહ્યા છે.આ ભવ્ય થી ભવ્ય લોકડાયરામાં લોક સાહિત્યકાર ઘનશ્યામ લખાણી, લોક ગાયકી અલ્પા પટેલ, લોકગાયક લાલુ, ભજનીક અશોક માણીયા, હાસ્ય કલાકાર હિતેશ અંટાળા અને ગાયકા કિરણ પટેલ પોતાની કળા થી માતાજીની ભક્તિ તમામ પટેલો સાથે ભક્તિ દ્વારા એકતાની શક્તિ બતાવવાના છે.

હિન્દુત્વની મોટી મોટી વાતો કરનારા રાજકીય નેતાઓ આ મામલે આગામી સમયમાં શું કે તે જોવાનું છે. ખોડલધામ દ્વારા ભક્તિ દ્વારા એકતાની શક્તિ ની વિશેષ ઉપસ્થિતિમાં જ્યારે ભવ્ય થી ભવ્ય લોકડાયરો યોજાવાનો છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં એસએમસીના દબાણ ખાતા દ્વારા બેનરો ઉતારવાનો વિડીયો સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *