ભારતને ધમકી આપનાર અમેરિકાના વિદેશ મંત્રીને આપ્યો ભારતના આ વ્યક્તિએ જડબાતોડ જવાબ થઈ ગઈ અમેરિકાની બોલતી બંધ - khabarilallive    

ભારતને ધમકી આપનાર અમેરિકાના વિદેશ મંત્રીને આપ્યો ભારતના આ વ્યક્તિએ જડબાતોડ જવાબ થઈ ગઈ અમેરિકાની બોલતી બંધ

અમેરિના વિદેશમંત્રીએ માનવ અધિકાર મુદ્દે કરેલી ટિપ્પણી પર વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને જવાબ આપતા કહ્યું હતું કે, ‘અમને પણ અમેરિકાને લઈને ચિંતા છે.’ માનવ અધિકાર ઉલ્લંઘનના આરોપો પર ભારતે અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને પોતાને ત્યાં માનવ અધિકાર ઉલ્લંઘનના મામલાઓની યાદ અપાવી છે.

ટુ પ્લસ ટુ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો બનાવવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ ત્યાર બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને માનવ અધિકાર અંગે સલાહ આપીને ભારતને અસ્વસ્થ કરી દીધું હતું.

એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, અમેરિકા ભારત સરકાર, પોલીસ અને જેલ અધિકારીઓ દ્વારા માનવ અધિકાર ઉલ્લંઘનના મામલાઓ પર નજર રાખી રહ્યું છે. જેની પર વિદેશ મંત્રી એસ જયશંકરે પણ વળતો પ્રહાર કર્યો અને સ્પષ્ટપણે કહી દીધું કે, અમેરિકાને લઈને અમારી ચિંતા પણ આવી જ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, દ્વિપક્ષીય વાટાઘાટોમાં માનવ અધિકારના મુદ્દાઓ પર ચર્ચા નથી થઈ.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં કહ્યું કે, ‘અમેરિકા પર પોતાનો જ માનવ અધિકારના મામલામાં ઉલ્લંઘનનો આરોપ છે. તેમણે કહ્યું કે ખાનગી હિત, લૉબી અને વોટ બેંક દ્વારા અમેરિકન સ્થિતિ સંચાલિત થઈ રહી છે. જ્યારે પણ આ અંગે ચર્ચા થશે ત્યારે ભારત તેની પર ચૂપ નહીં બેસે.

અમેરિકા સહિત માનવ અધિકારની સ્થિતિ પર ભારતના વિચાર છે. અમે માનવ અધિકારના મુદ્દાઓને ત્યારે ઉઠાવીએ છીએ કે જ્યારે તે દેશમાં ઉદભવે છે, ખાસ કરીને જ્યારે તે આપણા સમુદાય સાથે સંબંધિત હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *