થઈ ગઈ આ દેશ તરફથી પરમાણુ હમલાની તૈયારી આપ્યો છેલ્લો સંદેશ જુઓ
રશિયાએ યુક્રેન પર રાસાયણિક હુમલાની તૈયારી કરી લીધી છે.યુક્રેનના રાષ્ટ્રપતિએ પશ્ચિમી દેશોની મદદ માગી.રશિયાના હુમલામાં યુક્રેનનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એક થીયેટર ધ્વંશ, સામૂહિક કબરો મળી આવી: યુક્રેનના પોર્ટ શહેરમાં કુલ 10,000 નાગરિકોના મોત
ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અવાર નવાર મિસાઇલ હુમલા કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે રશિયા આરપારના હુમલાની તૈયારી કરી રહ્યું છે. એવા અહેવાલો છે કે રશિયાએ યુક્રન પર રાસાયણિક હુમલાની તૈયારી કરી લીધી છે.
આ જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીએ આપી હતી. તેઓએ સાથે જ પશ્ચિમિ દેશોને વિનંતી કરી છે કે તે રશિયા પર દબાણ વધારે અને વધુ પ્રતિબંધો લગાવે.
દરમિયાન રશિયાના હુમલામાં યુક્રેનના મારિયૂપોલમાં એક થીયેટરનો નાશ કરાયો હતો જ્યારે મિકોવૈલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને હુમલામાં બરબાદ કરી નાખ્યું હતું. આ સાથે જ બુજોવામાં એક સામૂહિક કબર મળી આવી છે. જેમાંથી ૫૦થી વધુ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આ લોકો યુદ્ધમાં માર્યા ગયા હોવાની શંકા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ વીડિયો સંદેશામાં કહ્યું છે કે રશિયાના રાસાયણિક હુમલાની શક્યતાઓને અમે બહુ જ ગંભીરતાથી લઇ રહ્યા છીએ. હું દુનિયાભરના નેતાઓને યાદ અપાવવા માગુ છું કે અમે પહેલા પણ રશિયા દ્વારા રાસાયણિક હુમલાની શક્યતા વ્યક્ત કરી હતી.
અમે વિનંતી કરીએ છીએ કે જે આક્રામક્તાથી રશિયા હુમલા કરી રહ્યું છે તેટલી જ આક્રામક્તાથી તેના પર અન્ય દેશો પ્રતિબંધો વધારતા જાય. બીજી તરફ અમેરિકા અને બ્રિટને કહ્યું છે કે તે રાસાયણિક હુમલાની શક્યતાઓના રિપોર્ટને કારણે ચિંતામાં છે. અમેરિકાએ પણ કહ્યું કે જો આ હકિકત હોય તો તે બહુ જ ચિંતાનો વિષય છે.
પશ્ચિમિ દેશોની આ ચિંતા વચ્ચે રશિયાના પ્રમુખ પુતિને હવે પશ્ચિમિ દેશોને ચેતવણી આપતા કહ્યું છે કે રશિયાને અલગ થલગ ન કરી શકો. આ મુશ્કેલી વચ્ચે પણ રશિયા લાંબી છલાંગ લગાવી શકે છે. હાલ યુક્રેનમાં જે સૈન્ય અભિયાન ચાલી રહ્યું છે તે યોગ્ય દિશામાં જઇ રહ્યું છે અને પોતાનું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી રહ્યું છે.
જોકે એવા અહેવાલો છે કે યુક્રેનમાં રશિયન સૈન્યને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને પગલે ભડકેલા પુતિને ૧૫૦ જેટલા જાસુસોને કાઢી મુક્યા છે અને અનેક એજન્ટોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે યુક્રેનના પોર્ટ શહેરમાં ૧૦,૦૦૦ નાગરિકોના મોત નિપજ્યા છે.
જ્યારે જર્મનીએ કહ્યું છે કે યુદ્ધ દરમિયાન જર્મનીમાં ૩,૩૦,૦૦૦ શરણાર્થી આવ્યા છે. વિઝા વગર જ જે લોકોએ પ્રવેશ લીધો હોય તેઓ નવ દિવસ આ દેશમાં રહી શકશે. સંયુક્ત રાષ્ટ્રએ પણ કહ્યું છે કે યુક્રેનના બે તૃત્યાંસ બાળકો ઘર વિહોણા થઇ ગયા છે. જેમાંથી મોટા ભાગના પરિવાર સાથે અન્ય સ્થળે જતા રહ્યા છે. તેઓને વિસ્થાપિત બાળકોની યાદીમા સામેલ કરાયા છે.