ભારતે રશિયા જોડે કરી લીધી એવડી મોટી ડીલ કે અમેરિકા પણ આ ડીલ વિશે જાણીને હેરાન રહી ગયું - khabarilallive    

ભારતે રશિયા જોડે કરી લીધી એવડી મોટી ડીલ કે અમેરિકા પણ આ ડીલ વિશે જાણીને હેરાન રહી ગયું

ભારતે પોતાની જરૂરિયાતને પુરી કરવા માટે રશિયા પાસેથી વ્યાજબી ભાવે ઓયલ ખરીદવાનું શરૂ કર્યું એમા તો, અમેરિકા અને તેના સહયોગી દેશોને જાણે કે મરચાં લાગી ગયા. જ્યારે યુરોપના કેટલાય દેશ રશિયા પાસેથી પોતાની ઊર્જા આયાત ઘટાડવા માટે તૈયાર નથી.

આ મામલો સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રધાનમંત્રી મોદીની વર્ચુઅલ મુલાકાતમાં સામે આવ્યો હતો. પણ ભારતે જેમ કે, સંકેત આપ્યા છે કે, આ પોતાની વિદેશ નીતિમાં દેશહિત સૌથી ઉપર રાખવામાં આવે છે અને રાખશે જ.

હવે સમાચાર આવી રહ્યા છે કે, ભારત રશિયા પર લાગેલા અસંખ્ય પ્રતિબંધો છતાં પણ ત્યાં પોતાનો વેપાર વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. અનુસાર ભારત રશિયા સાથે 2 બિલિયન ડોલરના વધારાના બિઝનેસની યોજના બનાવી રહ્યા છે.

આ મામલાની જાણકારી રાખનારા લોકોના જણાવ્યા અનુસાર બંને દેશ વચ્ચે લોકલ કરંસીમાં દ્વિપક્ષીય બિઝનેસ ચાલુ રાખવાને લઈને રસ્તો કાઢવામાં આવી રહ્યો છે.

આ બધું એવી સ્થિતિમાં થઈ રહ્યું છે, જ્યારે યુક્રેન પર હુમલાના કારણે રશિયા પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની ભરમાર લાગેલી છે. આ મામલાની જાણકારી રાખનારા એક શખ્સે પોતાની ઓળખ જાહેર ન કરતા જણાવ્યું છે કે, મોદી સરકાર ભારતમાં બનેલા કેટલાય ઉત્પાદનો માટે રશિયાના બજારને ઉદાર બનાવવા માટે થઈને વાતચીત કરી રહ્યું છે.

આ જાણકારી એવા સમયે એવા સમયે આવી છે, જ્યારે બંને સરકારો વેપારી સંતુલનના રસ્તાઓ શોધવા માટે રૂપિયો અને રૂબલમાં બિઝનેસ કરવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, વાણિજ્ય મંત્રાલયે તેના પર ટિપ્પણી કરીને મોકલેલા ઈમેલનો કોઈ જવાબ આપ્યો નથી.

રશિયામાં નિકાસ વધારવા પર કામ કરી રહ્યું છે ભારત.પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, હવે ભારત એ વસ્તુઓને રશિયામાં નિકાસ કરવા માગે છે, જે બીજા દેશ અમેરિકા અને તેના સહયોગીએ તેમના પર પ્રતિબંધ લગાવીને રોકી રાખી છે. આ વસ્તુઓમાં દવા, પ્લાસ્ટિક, ઓર્ગેનિક અને ઈનોર્ગેનિક કેમિકલ્સ, હોમ ફર્મિશિંગ, ચોખા, ચા અને કોફી, દૂધથી બનેલી વસ્તુઓ વગેરે સામેલ છે.

રશિયામાં તેલની કિંમતો ઘટ્યા બાદ ભારત તરફથી તેની આયાત વધારવાને લઈને તેની ખૂબ જ ટિકા થઈ ચુકી છે. સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વચ્ચે વર્ચુઅલ બેઠક થઈ હતી, તેમાં પણ બાઈડેને એવું કહ્યું હતું કે, તે ભારતની મદદ કરવા માટે તૈયાર છે. જેનાથી ઉર્જા ઉત્પાદનમાં તે રશિયા પર નિર્ભરતા ઓછી રાખે.

રશિયા સાથે વધી રહ્યો છે વેપાર.વેપાર વિભાગના આંકડા અનુસાર એક વિશ્લેષણથી જાણવા મળે છે કે, ભારત, રશિયાની જરૂરિયાતવાળી 20થી વધારે વસ્તુઓના નિકાસ સરળતાથી વધારી શકે છે. ભારત જે વસ્તુઓની નિકાસ વધારવા માગે છે, તેમાં સમુદ્રી ઉત્પાદન, કાપડ અને વસ્ત્ર, જૂતા, મશીનરી અને ઈલેક્ટ્રોનિક્સ જેવી અન્ય વસ્તુઓ સામેલ છે.

હાલમાં ભારતથી રશિયાને થતી નિકાસ ખૂબ જ ઓછી એટલે કે, 3 બિલિયન ડોલર છે. જ્યારે તેની સરખામણીમાં અમેરિકાને 68 બિલિયન ડોલરથી વધારેની નિકાસ થાય છે. એપ્રિલ 2021થી પહેલા 11 મહિનામાં રશિયા સાથે ભારતનો કુલ દ્વિપક્ષીય વેપાર 11.8 ડોલરનો રહ્યો છે. જે ગત વર્ષે 8.1 બિલિયન ડોલરથી વધારે હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *