ભોજન લીધાનાં તરત બાદ ન કરતા આ એક કામ થઈ શકે છે મોટી બીમારી - khabarilallive    

ભોજન લીધાનાં તરત બાદ ન કરતા આ એક કામ થઈ શકે છે મોટી બીમારી

પાણી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટસ દ્વારા દરરોજ 3-4 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ડોક્ટર્સ અનુસાર, જમતી વખતે પાણી પીવાથી બચવું જોઈએ.

ભોજન કરતા સમયે કે ભોજન કર્યાનાં તરત જ બાદ પાણી પીવાથી એસિડીટી, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. જે લોકો જમ્યા બાદ તરત જ પાણી પીવે છે, તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

ભોજન કર્યા બાદ કેટલા સમયે પીવું જોઈએ પાણી?
હેલ્થ એક્સપર્ટસનું માનવું છે કે ખોરાક પચાવવામાં લગભગ 2 કલાક લાગે છે, આ દરમિયાન પાણીની અસર ડાઈજેશન પર પડે છે. એટલા માટે ભોજન કર્યાનાં લગભગ 45-60 મિનિટનાં ગાળા બાદ પાણી પીવું જોઈએ. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જમ્યાનાં અડધા કલાક પહેલા પાણી પીવું જોઈએ. 

યોગ્ય સમયે પાણી પીવાના ફાયદાઓ ભોજન લીધાનાં એક કલાક બાદ પાણી પીવાથી વજન કંટ્રોલમાં રહે છે. યોગ્ય સમયે પાણી પીવાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. પટમાં ગેસ કે એસિડીટીની સમસ્યાથી છૂટકારો મળે છે. શરીર ભોજનમાં હાજર રહેલા તત્વોને સારી રીતે શોષી લે છે. યોગ્ય સમય પર પાણી પીવું એ સારી ઊંઘ લાવવામાં પણ મદદ  કરે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *