ભારતે આપ્યું રશિયા વિશે પોતાનું નિવેદન અમેરિકા ખુશ કહ્યું આખરે અમે જે કેહતા હતા તે ભારતે કહ્યું
યુક્રેન ઉપર ચાલી રહેલા રશિયાનાં આક્રમણ અંગે બુધવારે ભારતે ઘણું સખત વલણ દર્શાવ્યું હતું. જેની અમેરિકાએ પ્રશંસા કરી છે. સામાન્યતઃ આ યુદ્ધ અંગે ભારતે હજી સુધી તટસ્થ વલણ જ દર્શાવ્યું છે. ભારતે રશિયા વિરૂધ્ધ આ પૂર્વે કદી ટીકા કરી ન હતી.
પરંતુ બુચામાં રશિયન સૈન્યે નાગરિકોની પણ કરેલી કત્લ એ આમ અંગે ભારતે ખુલે આમ ઉગ્ર ટીકા કરી હતી. આ હજી સુધીમાં બનેલી પહેલી જ ઘટના છે. રીપબ્લિકન પાર્ટીના એક પ્રભાવશાળી સેનેટર જ્હોન કોર્નિને રશિયન સેનાએ બુચામાં કરેલી નાગરિકોની હત્યાની ભારતે કરેલી ઉગ્ર ટીકાને આવકારી હતી.
ઉલ્લેખનીય છે કે લોકસભામાં આ અંગે ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેતાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે રશિયાનાં આ કૃત્યની ઉગ્ર ટીકા કરી હતી તે સમયે તેઓના મુખના હાવભાવ પણ તંગ દેખાતા હતા. (જોન કોર્નિન ઈંડીયા કોક્સના સહ અધ્યક્ષ પણ છે.)
આ પૂર્વે ભારત યુનોની સિક્યોરીટી કાઉન્સીલમાં રશિયા વિરૂધ્ધ ઠરાવ રજૂ થયો ત્યારે ભારત મતદાનથી દૂર રહ્યું હતું. ભારતનાં આ પગલાંની જ્હોન કોર્નિને ઉગ્ર ટીકા કરી હતી.
એસ.જયશંકર ઉપરાંત યુનોમાં રહેલા ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ.તિરૂમૂર્તિએ પણ કરેલી ટીકાને ટેગ કરતાં કોર્નિને ટ્વિટ કર્યું હતું કે અમારા મિત્રોની પ્રતિક્રિયાનું હું સ્વાગત કરૂં છું. બુચા હત્યાકાંડની ભારતે કરેલી ઉગ્ર ટીકા તેનાં કડક વલણને દર્શાવે છે.