પાકિસ્તાનમાં ખળભળાટ ભારતનો લાડકવાયો કહેવાતો આ વ્યક્તિ બનશે પાકિસ્તાનનો પીએમ

પ્રધાનમંત્રી બનવામાં સૌથી વધારે સંભાવના છે. તેઓ પોતાના દેશ બહાર ખૂબ ઓછા જાણીતા છે, પણ એક રાજનેતા તરીકે એક પ્રભાવશાળી પ્રશાસક તરીકેની તેમની પ્રતિષ્ઠા સ્થાનિય સ્તર પર ખૂબ જ વધારે છે.

ત્રણ વારના પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ, 70 વર્ષિય શહબાઝ, ઈમરાન ખાન સરકાર પાડવામાં વિપક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે. શનિવારે અવિશ્વાસ પ્રસ્તાવ થવાનો હતો, જ્યાં તેમણે વ્યાપક રીતે ઈમરાન ખાનની જગ્યાએ પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળશે.

નિષ્ણાંતોનું કહેવુ છે કે, નવાઝની સરખામણીએ શહબાઝના પાકિસ્તાનની સેના સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો છે, જે પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રમાં 22 કરોડ લોકોની વિદેશ અને રક્ષા નીતિને પરંપરાગત રીતે નિયંત્રિત કરવાનું છે.

શરીફ વંશનો ભાગ રહેલા શહબાઝ શરીફ આજે પ્રધાનમંત્રી બને તેવી શક્યા છે, શહબાઝ પોતાની કાર્યશૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. જે પંજાબ પ્રાંત મુખ્યમંત્રી રહેતા દેશની જનતાએ જોયું હતું.શહબાઝ શરીફને ચીનની ખૂબ જ નજીકના મનાય છે.

કહેવાય છે કે, શહબાઝ શરીફ સીપીઈસી પ્રોજેક્ટને ફરીથી લીલી ઝંડી આપી શકે છે. જેને ઈમરાન ખાને બંધ કરી દીધી હતી અને ચીનને પોતાની વિરુદ્ધ કરી દીધું હતું. શહબાદ શરીફને અમેરિકા સાથે પણ સારા સંબંધો કરવાની કોશિશ કરશે અને આ કામમાં તેમની મદદ મોટા ભાઈ નવાઝ શરીફ કરશે.

જો શહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે શપથગ્રહણ કરશે, તો તેમની સામે પડકારોનો ઢગલો હશે અને પાકિસ્તાનની ડગમગી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે પગલા ઉઠાવવા પડશે. મોંઘવારી ઘટાડવી પડશે, પાકિસ્તાની રૂપિયા, જે ડોલરની સરખામણી લગભગ 190 પર પહોંચી ગયો છે. 

 

ચીનની ખૂબ જ નજીક છે પંજાબના મુખ્યમંત્રી તરીકે રહેલા શહબાઝ શરીફ. તેમને પોતાના ગૃહનગરર પૂર્વી શહેર લાહૌરમાં પાકિસ્તાનની પ્રથમ આધુનિક જન પરિવહન સિસ્ટ્મ સહિત કેટલાય મહત્વકાંક્ષી માળખાગત ઢાંચાની યોજના બનાવી અને તેને પુરી પણ કરી. નિષ્ણા્ંતો એવું પણ કહે છે કે, શરીફ અને તેમની પાર્ટી સરકાર અથવા વિપક્ષમાં ચીનના મિત્ર હશે. 

ભારતના લાડકવાયા ઈમરાન ખાનની વિરુદ્ધ, જેમણે નિયમીત રીતે ભારતના પ્રધાનમંત્રી મોદીની ટિકા કરી છે. શરીફ રાજકીય વંશ પોતાના સાથી પરમાણુ, સશસ્ત્ર પાડોશી ભારત પ્રત્યે વધારે ઉદાર છે. જેની સાથે પાકિસ્તાનને ત્રણ યુધ્ધ લડ્યા છે. જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા. તે સમયે પીએમ મોદીએ અચાનક પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.

એટલા માટે ઈમરાન ખાન શરીફ પર ભારતના લાડકવાયા હોવાનો આરોપ લગાવતા રહ્યા છે. ઈમરાન ખાન વારંવાર આરોપ લગાવે છે કે, નવાઝ શરીફ અને તેમના પરિવારનો વેપાર ભારતમાં પણ છે અને શરીફ ભાઈ ભારત માટે લાડકવાયા છે અને ભારતના વફાદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *