રશિયાના જ સાધનોથી રશિયા સામે યુદ્ધ લડશે યુક્રેન રશિયા જોડેથી ખરીદેલા બધા સાધનો આ દેશે આપી દીધા યુક્રેનને - khabarilallive    

રશિયાના જ સાધનોથી રશિયા સામે યુદ્ધ લડશે યુક્રેન રશિયા જોડેથી ખરીદેલા બધા સાધનો આ દેશે આપી દીધા યુક્રેનને

દાયકાઓથી સાંસ્કૃતિક,રાજકિય અને ઐતિહાસિક સંબંધો ધરાવતા યુક્રેન અને રશિયા જંગે ચડયા છે ત્યારે યૂરોપિયન દેશો અને અમેરિકા શસ્ત્ર સરંજામથી માંડીને આર્થિક મદદ યુક્રેનને કરી રહયા છે.

સ્લોવાકિયાનાએ જેતે સમયે રશિયા પાસેથી ખરીદેલ આ હથિયાર હવે યુક્રેનને આપશે. સ્લોવાકિયા યુક્રેનનો પાડોશી દેશ છે તે યુક્રેન સાથે 97 કિમી લાંબી સરહદ ધરાવે છે.

યુક્રેન પર હુમલો કરીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પૂતિન દોઢ મહિના પછી પણ ધારી સફળતા મેળવી શકયા નથી. યુક્રેન હજુ પણ ઝુકવાના સ્થાને દુનિયા પાસેથી શસ્ત્રોની મદદ માંગી રહયું છે ત્યારે યુરોપિયન દેશ સ્લોવાકિયાના પીએમ એડુઆર્ડ હેગર રશિયાની એસ -300 એર ડિફેન્સ સિસ્ટમ યુક્રેનને આપવાનું જાહેર કર્યુ છે. 

24 ફેબ્રુઆરીએ યુધ્ધ શરુ થયા પછી યુક્રેનના સેંકડો શરણાર્થીઓ પોલેન્ડ,હંગેરી અને મોલ્ડોવાની સાથે સ્લોવાકિયામાં પણ શરણ લઇ રહયા છે. સ્લોવાકિયાએ અગાઉ પણ યુક્રેનને રશિયાની એસ -300 મિસાઇલ સિસ્ટમ યુક્રેનને આપવાનું નકકી કર્યુ હતું પરંતુ રશિયાએ ચેતવણી આપી હતી કે સ્લોવાકિયા

સ્લોવાકિયાએ ત્યાર પછી સ્પષ્ટતા કરી હતી કે જો નાટો દેશો યુક્રેનને શસ્ત્ર સુરક્ષા આપતા હોયતો ખુદ એન્ટી એર ક્રાફટ સિસ્ટમ આપી શકે છે. પ્રાપ્ત માહિતી  મુજબ રશિયાએ એર સ્ટ્રાઇક કરીને યુક્રેનની મિસાઇલ સિસ્ટમ તોડી નાખી છે. આથી તેને આ પ્રકારના શસ્ત્રોની વિશેષ જરુર છે.

વજન અને ટાર્ગેટ સ્પીડ પણ અપગ્રેડ કરવામાં આવી હતી. એન્ટી મિસાઇલ સિસ્ટમડેવલપમેન્ટમાં રશિયા અને અમેરિકા વચ્ચે સ્પર્ધા રહી છે. રશિયાએ એસ -400 અને હવે એસ 500 મિસાઇલ સિસ્ટમો પણ ધરાવે છે. ભારતને એસ-400 એન્ટી મિસાઇલ સિસ્ટમ રશિયાએ આપી છે જે એસ -300 કરતા અધતન છે. 

અમેરિકાએ જવેલિન મિસાઇલ આપીને યુક્રેનની મદદ કરી પરંતુ સ્લોવાકિયા રશિયાની જ બનાવટનું શસ્ત્ર યુક્રેનને રશિયા સામે મુકાબલો કરવા માટે આપશે. આથી તારુ જ હથિયાર ને તારા પર જ વાર એવો ઘાટ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *