વૈજ્ઞાનિકોના હાથે મોટી સફડતા હવે ડાયાબિટીસ થશે છુમંતર થશેે આ રીતે થશે ઈલાજ
ડાયાબિટીસની સારવાર શોધવામાં કાર્યરત વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. તેમણે અલ્ટ્રાસાઉન્ડની મદદથી ટાઈપ-2 ડાયાબિટીસને કાબૂ કરી લીધુ છે. સૌથી મોટી વાત એ છે કે આ સારવારમાં ના તો દવાઓની જરૂર પડી અને ના ઈન્જેક્શનની.
આ દરમિયાન એક ખાસ સ્થળ પર લિવરમાં અલ્ટ્રાસાઉન્ડ કિરણ છોડવામાં આવી, જેનાથી શરીરમાં ઈન્સુલિન, ગ્લુકોઝનુ લેવલ ઘણુ ઓછુ થઈ ગયુ. જોકે હજુ આ તકનીક પરીક્ષણના સ્તરે છે.
જાનવરોની ત્રણ કેટેગરી પર આના પ્રયોગના ઉત્સાહજનક પરિણામ આવ્યા છે. હવે માણસો પર આના પ્રયોગની તૈયારી ચાલી રહી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે જો આ તકનીક સફળ રહી તો આગામી સમયમાં આવા નાના ઉપકરણ બનાવવામાં આવી શકશે, જેનાથી લોકો ઘરે જ ડાયાબિટીઝની સારવાર કરી શકશે.
અમેરિકામાં જીઈ રિસર્ચની એક ટીમે આ પ્રયોગને અંજામ આપ્યો છે. આ ટીમમાં યેલ સ્કુલ ઑફ મેડિસિન અને ફેંસ્ટીન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ રિસર્ચના વૈજ્ઞાનિક પણ સામેલ છે. આ વિશે જર્નલ નેચર બાયોમેડિકલ એન્જિનિયરીંગમાં લેખ લખીને જાણકારી આપવામાં આવી છે.
આ તકનીકને પેરિફેરલ ફોકસ્ડ અલ્ટ્રાસાઉન્ડ સ્ટિમુલેશન નામ આપવામાં આવ્યુ છે. વૈજ્ઞાનિકોની ટીમએ પ્રયોગ દરમિયાન જોયુ કે અલ્ટ્રાસાઉન્ડની કિરણો દ્વારા લિવરની અંદર સંવેદના પેદા કરનારી તંત્રિકાઓને ઉત્તેજિત કરવામાં આવી શકે છે.
તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી ઉંદર અને ભૂંડમાં આ તકનીકનો સફળતાપૂર્વક પ્રયોગ કરાઈ ચૂક્યો છે. આ પ્રયોગ દરમિયાન 3 મિનિટ માટે અલ્ટ્રાસાઉન્ડ કિરણો છોડવામાં આવી હતી. જેણે જાનવરોમાં ડાયાબિટીસનુ સ્તર સામાન્ય કરી દીધુ. હવે આનાથી માણસો પર પ્રયોગની તૈયારી કરવામાં આવી રહી છે.
વૈજ્ઞાનિકોએ એક મેગેઝિનને જણાવ્યુ કે અમે લિવરના porta hepatis નામના ભાગ પર ફોકસ કર્યુ. અહીં કરોડરજ્જુથી આવનારી તંત્રિકાઓની જાળ હોય છે. અહીં અમારા દિમાહને સૂચનાઓ મોકલે છે કે શરીરમાં ગ્લૂકોઝ અને ન્યુટ્રિએન્ટનુ સ્તર શુ છે.
આ વિશે જાણવુ મુશ્કેલ હોય છે કેમ કે આ ઘણુ નાનુ હોય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે પ્રયોગ દરમિયાન અમે લિવરના આ ભાગમાં pFUS અલ્ટ્રાસાઉન્ડ કિરણો છોડી. આનાથી હાઈ બ્લડ શુગરને ફરીથી નોર્મલ કરવામાં સફળતા મળી.