મેટ્રો સ્ટેશન પર મહિલાને અચાનક શરૂ થયું ડિલિવરી પેઇન હાજર મહિલા કોન્સ્ટેબલે જે કર્યું તેનાથી સૌ કઈ રહી ગયા દંગ
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની મહિલા કોન્સ્ટેબલે ગુરુવારે નવી દિલ્હીમાં આનંદ વિહાર મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર સગર્ભા મહિલાને તેના બાળકને જન્મ આપવામાં મદદ કરી. CISFએ જણાવ્યું હતું કે મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ 3 પર મેટ્રોની રાહ જોતી વખતે મહિલા પેસેન્જરને લેબર પેઇન થયો હતો.
શિફ્ટ ઈન્ચાર્જના નિર્દેશ પર સીઆઈએસએફ કોન્સ્ટેબલ અનામિકા કુમારી તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અન્ય મહિલા મુસાફરોની મદદથી, તેણીએ મહિલાની નમ્રતા જાળવીને પ્રસૂતિની પીડામાં મહિલાને પ્લેટફોર્મ પર જ તેના બાળકને જન્મ આપવામાં મદદ કરી, એમ એક નિવેદનમાં જણાવાયું છે.
ત્યારબાદ મહિલા અને તેના નવજાત શિશુને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.નિવેદનમાં જણાવાયું છે કે, તેણી અને તેના પતિએ ગંભીર સમયે તાત્કાલિક પ્રતિભાવ અને જરૂરી સહાય માટે CISF કર્મચારીઓનો આભાર માન્યો હતો.
CISFને દેશભરના એરપોર્ટ અને રેલવે સ્ટેશનોની સુરક્ષાનું કામ સોંપવામાં આવે છે.અને તેઓના આ કાર્યથી બધા લોકો દ્વારા પ્રસંશા કરવામાં આવી છે.