રશિયાની બાજુ રહીને ભારત શા માટે લઇ રહ્યું છે તમામ દેશ જોડે દુશ્મની ફરી આપી અમેરિકાએ ધમકી
જેની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના ટોચના આર્થિક સલાહકાર બ્રાયન ડીઝે કહ્યું છે કે સરકારે ભારતને રશિયા સાથે જોડાણ કરવા સામે ચેતવણી આપી છે.
સલાહકારે કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારત દ્વારા આપવામાં આવેલી કેટલીક પ્રતિક્રિયાઓથી અમેરિકી અધિકારીઓ ખૂબ જ નિરાશ છે.બ્રાયન ડીઝે વધુમાં કહ્યું, અમેરિકાએ, ભારતને કહ્યું છે કે રશિયા સાથે વધુ વ્યૂહાત્મક જોડાણનું પરિણામ નોંધપાત્ર અને લાંબા ગાળાના હશે.
જાપાને આર્થિક પ્રતિબંધો કર્યો છે. ભારતે તેમ કર્યું નથી અને તેના બદલે રશિયા પાસેથી સતત તેલની આયાત કરી રહ્યું છે. યુદ્ધ પ્રત્યે ભારતનું અપનાવેલું વલણ અમેરિકા સાથેના સંબંધોમાં ખટાશનું કારણ બની રહ્યું છે.
બાઈડનના આર્થિક સલાહકાર બ્રાયન ડીઝનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહ ગયા અઠવાડિયે ભારતીય અધિકારીઓ અને નેતાઓ સાથે મુલાકાત કરવા ભારત આવ્યા હતા.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ શરૂઆતમાં જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન, દલીપે તેના સમકક્ષોને કેટલીક બાબતો સ્પષ્ટ કરી હતી. આ બાબતોમાં એ પણ સામેલ હતું કે અમે રશિયન ઊર્જા અને અન્ય ચીજવસ્તુઓની આયાતને વેગ આપવા અથવા વધારવામાં ભારતના હિતમાં માનતા નથી.