કર્ણાટકમાં હિજાબ પહેરી નેજ પરીક્ષા આપીશ તેવી જીદ કરનાર યુવતી ના સમર્થન માં આવ્યું આ આંતકી સંગઠન
કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદને લઈને આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતના મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. અલકાયદાના નેતા અયમાન અલ જવાહિરીએ ભારતના હિજાબ વિવાદ પર એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, ‘આપણે મૂર્તિપૂજક હિંદુ લોકશાહીના મૃગજળથી છેતરવાનું બંધ કરવું જોઈએ.
જવાહિરીએ 8.43 મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો. આતંકી સંગઠને 8.43 મિનિટની વીડિયો ક્લિપ જાહેર કરી છે. અમેરિકન સાઇટ ઇન્ટેલિજન્સ ગ્રૂપે આ વીડિયો સાચો હોવાનું ચકાસ્યું છે.
અરબી ભાષામાં રિલીઝ થયેલી આ વીડિયો ક્લિપમાં SITE ઈન્ટેલિજન્સ ગ્રુપે અંગ્રેજી ‘સબટાઈટલ્સ’ (અનુવાદ) પ્રદાન કર્યા છે. આ જૂથ જેહાદી સંગઠનો અને ઓનલાઈન શ્વેત લોકોની સર્વોપરિતાનો દાવો કરનારાઓની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે.
SITE દ્વારા બહાર પાડવામાં આવેલી આ વિડિયો ક્લિપમાં, જવાહિરી કહેતા જોવા મળે છે, ‘અલ્લાહ તેને હિંદુ ભારતનું સત્ય જાહેર કરવા અને તેની મૂર્તિપૂજક લોકશાહીના દંભને ઉજાગર કરવા બદલ બદલો આપે.’
મૂર્તિપૂજક હિંદુ લોકશાહીની યુક્તિઓ ટાળવી પડશે.દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંના એક જવાહિરીએ વીડિયોમાં કહ્યું, ‘આપણે પોતાની આસપાસના ભ્રમને દૂર કરવા પડશે. આપણે ભારતની મૂર્તિપૂજક હિંદુ લોકશાહીની છેતરપિંડી બંધ કરવી જોઈએ, જે શરૂ થયું છે તે મુસ્લિમો પર જુલમ કરવાનો એક માર્ગ છે.
દુનિયામાં માનવ અધિકાર જેવી કોઈ વસ્તુ નથી.ભારતીય ઉપમહાદ્વીપના મુસલમાનોને સંબોધતા જવાહિરીએ કહ્યું કે તેમને એ સમજવું જોઈએ કે વાસ્તવિક દુનિયામાં માનવાધિકાર કે બંધારણ કે કાયદાનું સન્માન જેવું કંઈ નથી. અલ-કાયદાના નેતાએ કહ્યું,
આ છેતરવાનું એ જ કાવતરું છે, જેનો પશ્ચિમી દેશોએ અમારી વિરુદ્ધ ઉપયોગ કર્યો છે. જેનું સાચું સ્વરૂપ ફ્રાન્સ, હોલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ દ્વારા બહાર આવ્યું હતું જ્યારે તેઓએ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે કોઈને જાહેરમાં નગ્ન થવાની મંજૂરી આપી હતી.
જે કોઈ હિજાબ પર પ્રતિબંધ મૂકે તે ઈસ્લામનો દુશ્મન’ઝવાહિરી (અયમાન અલ જવાહિરી)એ કહ્યું, ‘ઈસ્લામનો દુશ્મન એક છે અને તે તે છે જે હિજાબ પર પ્રતિબંધ મૂકે છે અને ઈસ્લામિક શરિયા પર હુમલો કરે છે. તે ઇસ્લામ પર, તેના મૂળ સિદ્ધાંતો, તેના કાયદાઓ, તેની નૈતિકતા અને રીતરિવાજો પર હુમલો છે.
ચીનથી ઇસ્લામિક મુગરેબ સુધી મુસ્લિમોની એકતા માટે આહવાન કરતાં, જવાહિરીએ કહ્યું, “આપણે ફક્ત અલ્લાહ પર વિશ્વાસ રાખવો જોઈએ. અને આપણે દરેકને સક્રિયપણે મદદ કરવી જોઈએ.