2 દિવસ પહેલા ગુજરાતમાં આકાશમાં દેખાયેલ અગ્નિ ગોળાનું રાઝ ખુલી ગયું આ ગામમાં મળ્યા તેના અવશેષો
સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર અગન ગોળા જેવું વસ્તુ ઘરતી પર આવી રહ્યું હોય તેવું જણાતા ખળભળાટ મચ્યો હતો. અટકળો પ્રમાણે તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો.
આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. જો કે આખરે આ વસ્તું શું હતું તે સ્પષ્ટ થઇ ચુક્યું નથી.
વૈજ્ઞાનિકોના દાવો અનુસાર આ ચીનનું એક રોકેટ હતું. જેનું નામ ચેન્ગ ઝેંગ 3 બી હતું. જેનો સીરિયલ નંબર Y77 હતો. અને તે ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ગયું હોય તેવી શક્યતા છે.
અમેરિકન વૈજ્ઞાનિક જોનાથન મેક ડોવેલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો. જો કે હજી સુધી આ અંગે ચીન દ્વારા કોઇ અધિકારીક ટ્વીટ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત અન્ય કોઇ અધિકારીક સંસ્થા દ્વારા પણ આ અંગે કોઇ સ્વિકાર કરવામાં આવ્યો નથી.
આ દરમિયાન જમીન પર પડેલી વસ્તુ રિંગ જેવી લાગે છે. એક માહિતી અનુસાર, આ કોઈ ઉલ્કા નથી પરંતુ એક સેટેલાઇટનો ટુકડો છે, જે ક્રેશ થઈને જમીન પર પડ્યો હતો. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ આ મામલે તપાસ ચાલી રહી છે. લાડબોરી ગામમાંથી બહાર આવેલી તસવીરોમાં લોખંડની મોટી રિંગ નજરે પડે છે.
ગ્રામજનોનું કહેવું છે કે તેમને અચાનક એક ભયાનક અવાજ સંભળાયો અને જ્યારે તેઓ ડરના કારણે ઘરોમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે આકાશમાં આગનો ગોળો જોયો. જ્યારે આગનો આ ગોળો જમીન પર પડ્યો ત્યારે તે ખૂબ જ ગરમ હતો. તમને જણાવી દઈએ કે જ્યારે આ રિંગ આકાશમાં દેખાઈ ત્યારે તે આગની જેમ ચમકી રહી હતી. એટલા માટે ઘણા લોકો તેને ઉલ્કા પિંડ સમજતા હતા.
આ અદ્ભુત નજારાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો રોમાંચિત થઈ ગયા. વીડિયો જોયા પછી ઘણા લોકોનો રસ વધી ગયો કે એવી કઈ વસ્તુ છે જે આકાશમાં આટલી અદભુત રીતે ચમકી રહી છે. આકાશમાં ચમકતી આ વસ્તુને જમીન પર પડતી રિંગ કહેવામાં આવી રહી છે.