સુરતના ગ્રીષ્મા હત્યાકાંડ કેસમાં આરોપીના વકીલે જે કહ્યું તે સાંભળીને જનતા રોષે ભરાઈ વકીલનો જનતાએ લીધો ઉધડો
સુરતમાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્માની જાહેરમાં હત્યાનો મામલે આજે કોર્ટ સમક્ષ બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ છે. કોર્ટમાં રજૂ કરાયા 100થી વધુ દસ્તાવેજી પુરાવાઓ 00થી વધુ સાક્ષીઓને સુનાવણી દરમિયાન તપાસ્યા છે.
આરોપીએ પ્રોફેશનલ કિલરની જેમ પ્રિ-પ્લાન મર્ડર કર્યાનું અવલોકન પણ ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. હત્યા અગાઉ આરોપી ફેનીલે તેની બહેનને હત્યા અંગે અવગત કરી હતી તે વાત પણ કોર્ટમાં ટાંકવામાં આવી હતી.
આ બનાવ સ્વબચાવમાં બન્યો હોવાની બચાવપક્ષની દલીલ
કોર્ટ 16 એપ્રિલે ગ્રીષ્મા કેસનો ચુકાદો જાહેર કરશે ત્યારે આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવપક્ષે પણ રજૂઆતો કરતા કહ્યું હતું કે આ બનાવ સ્વબચાવમાં બન્યો હતો. મરનાર સાથે પ્રેમ સંબંધ હતો. ફેનીલ પર પથ્થરમારો થયો એટલે સ્વબચાવમાં કૃત્ય થયું હતું.
શું કહ્યું સરકારી વકીલે?
સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના જણાવ્યા અનુસાર સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટું ડે કરવામાં આવી.
ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યારે પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી અને આજ પૂર્ણ થઈ.
હત્યા કેસમાં કયારે શું થયું?
‘આ કેસનો ચુકાદો 16 એપ્રિલના રોજ જાહેર થશે. આ કેસ પુરવાર કરવા માટે નજરે જોનાર મેડિકલ એવિડેન્સ વીડિયોનો પુરાવો, મેડિકલ એવિડેન્સ, ડીએનએનો પુરાવો અન્ય કેટલાક પુરાવા જેવા કે સીડીઆર રેકોર્ટ વગેરે પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી દલીલ રહી છે કે આ કેસ પૂર્વ તૈયારી સાથેનો ઈરાદાપૂર્વકનું કૃત્ય છે.
કારણ કે બનાવ 12 ફેબ્રુઆરીના રોજ બન્યો છે પણ ચપ્પુ 6 જાન્યુઆરીના રોજ ખરીદવામાં આવ્યું હતુ. આરોપીને એ ચપ્પુ પૂરતું ન લાગતાં અન્ય એક ચપ્પુ જે 7 ધાર વાળું હતું તે પણ લીધું હતું. અને તે ધારદાર હથિયારથી સુભાષને પેટ પર હુમલો કર્યો હતો જેના કારણે તેના આંતરડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવના દિવસે સવારે આરોપી ફેનિલ ગ્રીષ્માના કોલેજ પર પણ ગયો હતો જ્યાં પણ તેની સાથે હથિયાર હતું. પણ ગ્રીષ્મા ક્લાસમાં હોવાને લીધે આરોપી તેને શોધી શક્યો ન હતો. જેથી કોલેજ પર આ કૃત્ય થતું અટકી ગયું પણ ત્યાર પછી તેણે પીછો કરી તેના ઘરે ગયો અને સૌ પ્રથમ ગ્રીષ્માના કાકાને પેટમાં ચાકુ મારી દીધું’
પ્રિ પ્લાન મર્ડર છે તેવી રજૂઆત ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવી
‘આ કેસ સેલ્ફ ડિફેન્સનો નથી તે બાબતની રજૂઆત પણ નામદાર કોર્ટે સમક્ષ કરવામાં આવી છે. કારણ કે આરોપીએ પોતાના બચાવમાં કીધું હતું કે આ કેસ ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન અને જુવાન છે તેવી રજૂઆત બચાવ પક્ષ તરફથી કરવામાં આવી હતી.
ફરિયાદીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે આ જુવાન છોકરો પ્રિ પ્લાન મર્ડર કરે તે પ્રોફેશનલ કીલરને પણ સરમાવે તેવી રીતે ગ્રીષ્માને મારી નાખી હતી એટલે આને ખૂન જ કહેવાય’.
થોડા દિવસ પહેલા આરોપીના વકીલે સોશીયલ મીડીયા પર વાતચીત દ્વારા એક સવાલ પૂછતા તેને કહ્યું કે ડોકટર પણ દર્દીને સાજો કરવાની ના નથી પાડતા તો હુ પણ ફેનીલ ને બચાવવાની કોશિશ કરીશ ત્યારે લોકોએ તે વકીલનો કૉમેન્ટ દ્વારા ઉધડો લઈ લીધો હતો