ભૂલથી પણ ન વાવતા આ વૃક્ષ તમારા ઘરમાં એક વૃક્ષને લીધે જુઓ વડોદરાની શું હાલત થઈ ગઈ
વૃક્ષ જીવન આપે છે.પરંતુ એક કોઈ વૃક્ષ જીવન માટે જરૂરી એવા પાણીને જ ખમત કરી શકે છે તેવું સાંભળ્યું છે. ન સાંભળ્યું હોય તો આજે સાંભળી પણ લો. અને ચેતી પણ જજો. કારણ કે, વડોદરા મહાનગરપાલિકા શહેરના રોડ-રસ્તા અને ગાર્ડનોની સુંદરતા વધારવામાં એટલું મલંગ બન્યું હતું.. કે તેણે એવા વૃક્ષો શહેરમાં વાવ્યા જે આજે જમીનમાંથી 1 લાખ લીટરથી પણ વધુ પાણી સોશિ રહ્યા છે. અને ભૂગર્ભ તળો ઊંડા જઈ રહ્યા છે..
વડોદરાના રસ્તાઓની શોભા વધારતા આ વૃક્ષો વડોદરા મહાનગરપાલિકાની એક એવી ભૂલ છે.જેનો હવે વડોદરાની જનતાને સામનો કરવો પડી રહ્યો છે.કારણે આ શોભા વધારતા વૃક્ષનું નામ કોનોકાર્પસ છે.જે લોકોને બીમારીઓની ભેટ તો આપે જ છે.પરંતુ તેની સાથે-સાથે લાંબા ગાળે જળ સંકટની પણ ભેટ આપે છે.
કારણ કે, આ વૃક્ષો સૌથી વધું જમીનમાંથી પાણીને શોષે છે. અને જ્યાં-જ્યાં આ વૃક્ષોની સંખ્યા વધુ છે. ત્યાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે.વડોદરામાં પણ આવું જ થયું છે. વર્ષ 2017માં મિલિયન ટ્રી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં 20 હજાર કોનોકાર્પસના ઝાડ તો ઉગાડી દેવાયા. પરંતુ આજે તે જ કોનોકાર્પસના ઝાડ રોજ એક લાખ લીટર પાણી ભૂગર્ભમાંથી શોષી રહ્યા છે.
અહીં વડોદરા મહાનગર પાલિકાએ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તો મનફાવે તેમ વૃક્ષોનું વાવેતર કરી નાખ્યું.પરંતુ એ ન વિચાર્યું કે, આ વૃક્ષો ભવિષ્યમાં વડોદરા વાસીઓને જ ભારે પડી શકે છે.આ વૃક્ષો પાણી તો શોષી રહ્યા છે જ.પરંતુ તેની સાથે-સાથે અનેક બીમારીઓ પણ ભેટમાં આપી શકે છે.કોનોકાર્પસના બગીચામાં એક કે બે છોડ હોય તો તેમાંથી કોઈ નુકસાન થતું નથી.
પરંતુ સંખ્યા ખૂબ વધારે હોય તો તે બગીચાને અથવા તેની આસપાસના લોકોને નુકસાન પહોંચાડે છે.આનાથી અસ્થમા, શરદી-ખાંસી તેમજ એલર્જીનું જોખમ પણ વધે છે. ગામડાઓમાં એવી માન્યતા પણ છે કે જો સગર્ભા સ્ત્રી છોડની નીચે બેસે તો તેનું કસુવાવડ થાય છે. આથી તેને રાક્ષસી વૃક્ષ કે ડેવિલ ટ્રી તરીકે હવે ઓળખાવા લાગ્યું છે. કોનોકાર્પસ આસપાસમાંથી તેમજ જમીનમાં ઊંડેથી પાણી શોષી લે છે.
એક વાત તો સ્પષ્ટ છે કે, આ વૃક્ષ ઘરની આસપાસ પણ હોય તો તમને ગંભીર બીમારીની ભેટ આપી શકે છે.તેવામાં અહીં વડોદરા મહાનગરપાલિકાએ તો 20 હજાર વૃક્ષોનું વાવેતર કરી નાખ્યું છે. ત્યારે સવાલ એ થાય છે.શોભા વધારવા લોકોના સ્વાસ્થ્ય પર અસર કરતા વૃક્ષોનું શા માટે વાવેતર?
જે વૃક્ષ સૌથી વધું પાણીનો શોષે છે તેનું વાવેતર કરતા પહેલા કેમ તંત્રએ ન વિચાર્યું? શું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ આ વૃક્ષના ગેરફાયદ નહોતા જાણતા? સવાલો અનેક છે.તેવામાં જોવાનું એ રહેશે કે, ભૂગર્ભ જળને શોષી ઉંડા પહોંચાડનાર આ ઝાડને હજૂ ઊછેરવામાં આવે છે કે, પછી તેને ઉખાડી ફેંકી તેના સ્થાને અન્ય વૃક્ષોનું વાવેતર થાય છે.