રશિયા યુક્રેન યુદ્ધ દુનિયાના દરેક દેશ જેની રાહ જોતું હતું આખરે ભારતે આપી દીધું યુદ્ધ અંગે પોતાનું નિવેદન
રશિયા યુક્રેન જંગને લઈને અમેરિકા અને નાટોએ સ્પષ્ટ કર્યું છે કે, જે પણ દેશ રશિયાનો સાથ આપશે, તેની સાથે વેપાર કરશે, તે દેશના ભુક્કા બોલાવી દેશે. જે બાદ જેટલા પણ નાના મોટા દેશ છે, રશિયા સાથે વેપાર કરે છે.
તેમણે રશિયાથી અંતર બનાવી લીધું. ભારત અને રશિયાની દોસ્તી જૂની છે અને અમેરિકા ઈચ્છે છે કે, ઈંડિયા પુતિન વિરુદ્ધ બોલે. પણ ભારતને શું કરવું જે તે ખૂબ જ સારી રીતે આવડે છે.
ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓયલ ખરીદ્યું તો, અમેરિકાને બરાબરના મરચા લાગ્યા અને ધમકી આપવા લાગ્યું કે, ભારતને તેનું ભયંકર પરિણામ ભોગવવું પડી શકે છે.
પણ ભારતે તેના પર કહ્યું કે, અમારે દુનિયા પાસેથી શિખવા જરૂર નથી, કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેની સાથે જ સંયુક્ત રાષ્ટ્રમાં પણ રશિયા વિરુદ્ધના વોટિંગમાં ભારતે ભાગ લીધો નહોતો. જે બાદ પુતિન ઘણાં ખુશ થઈ ગયા હતા.
હવે ભારતે યુક્રેન સંકટને લઈને જે નિવેદન આપ્યું છે, તેની સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે અને વખાણ પણ થઈ રહ્યા છે. ભારતના આ સ્ટેટમેંટ બાદ દુનિયા ફરી એક વાર ભારત સાથે પોતાના સંબંધો જોડી રાખવા માટે મજબૂર બન્યા છે.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તાજેતરમાં જ ત્રણ દિવસીય તુર્કમેનિસ્તાનના પ્રવાસે હતા. તેમણે અશ્ગાબાતમાં કહ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને અન્ય દેશોની અપેક્ષા ભારતના રશિયા વલણ વધારે દ્રઢ અને સુસંગત રહ્યું છે.
તેમણે કહ્યું કે, ભારત યુક્રેનમાં ખરાબ થઈ રહેલી માનવીય હાલતને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમણે કહ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ભારતનું વલણ ખૂબ જ તટસ્થ છે. તેમણે આગળ કહ્યું કે, અમે એ વાત પર ભાર આપ્યો છે કે, હાલની વૈશ્વિક વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને ક્ષેત્રિય અખંડિતતા અને રાજ્યોની સંપ્રભુતાના સન્માનમાં રહેલી છે.
વિદેશનીતિ પર રાષ્ટ્રપતિએ વિશ્વાસ અપાવ્યો
તેની આગળ રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે બગતી માનવીય સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છીએ. અમે હિંસા અને શત્રુતાને તાત્કાલિક ધોરણ સમાપ્ત કરવા અને વાતચીત તથા કૂટનીતિના રસ્તે પાછા આવવાનું આહ્વાન કર્યું છે. અમે યુક્રેનમાં માનવીય સહાયતા પણ આપી છે.
તેની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કહ્યું કે, ભારત અને તુર્કમેનિસ્તાન શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સ્થિર અફઘાનિસ્તાનની મજબૂતીનું સમર્થન કરે છે. તથા યુદ્ધના કારણે તબાહ થયેલા આ દેશની સંપ્રભુતા, એકતા અને ક્ષએત્રિય અખંડિતતા પર ભાર આપે છે.
તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનના પાડોશી હોવાના નાતે અમે બંને દેશ કાબુલ ઘટનાક્રમને લઈને સ્વાભાવિક રીતે ચિંતિત છીએ. અમે શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સ્થિર અફઘાનિસ્તાનની મજબૂતીનું સમર્થન કરીએ છીએ અને તેની સંપ્રભુતા, એકતા તથા ક્ષેત્રિય અખંડિતતા પર ભાર આપી છીએ.