600 કેદીઓ ની જગ્યામાં 7000 કેદીઓ રાખવામાં આવે છે આ જેલ માં રોજ રમાય છે મોતનો ખેલ ઉભા ઉભા જ વિતાવું પડે છે જીવન
સમાજ માટે જોખમી હોય તેવા ગુનેગારોને સુધારવા માટે જેલમાં રાખવામાં આવે છે. તેને જેલમાં પડતી મુશ્કેલીઓ અને પડકારો સુધારણાનો એક ભાગ હોય છે પરંતુ દુનિયામાં નર્કાગાર ગણાતી એક જેલમાં રોજ ખૂની જંગ ખેલાય છે.
જેમાં 12થી પ વધુ કેદીઓના મોત થાય છે. 600 કેદીઓને સમાવવાની ક્ષમતા ધરાવતી જેલમાં 7000 કેદીઓ રાખવામાં આવ્યા હોવાથી કેદીઓએ ઉભા રહેવું પડે છે. પશુઓ પણ ઉભા ના રહે એવી ભેજવાળી અને ગંદી જગ્યાએ ઉભા રહેતા કેદીઓ હંમેશા ચિડાયેલા રહે છે.
મોટા ભાગના કેદીઓ ચામડીના રોગની બીમારી ધરાવે છે. કેદીઓ વચ્ચે નાની જગ્યામાં સુઇ રહેવા માટે પણ લડાઇ ફાટી નિકળે છે. દુનિયાની સૌથી ખતરનાક જેલ કેદીઓને સુધરવાના સ્થાને બગાડે છે. આ જેલ આફ્રિકીના રવાંડા દેશમાં આવેલી છે જેનું નામ ગીતારામા સેન્ટ્રલ જેલ છે.
આ સેન્ટ્રલ જેલમાં જવાનું નામ પડે એટલે ભલભલા ગુનેગારોના છક્કા છુટી જાય છે. આ જેલમાં કેદીઓ વચ્ચે ગેંગવોર ચાલે છે નવો કેદી દાખલ થાય એ પહેલા તો જીવ બચાવવા ભીખ માંગે છે. જે નવો કેદી ગેંગો વચ્ચે પોતાનું જીવન સેટ ના કરી શકે તો તેને તડપી તડપીને મરવા મજબૂર થવું પડે છે.
માનવ અધિકારવાદી સંગઠનો પ્રશાસનિક વ્યવસ્થાને લઇને ખૂબ વિરોધ કરે છે તેમ છતાં આ જેલમાં ખાસ સુધારો થતો નથી. રવાન્ડાની આ જેલ કેદીઓ માટે દુનિયાની સૌથી ખતરનાક ગણાતી જેલમાં સમાવેશ થાય છે. નાઇજેરિયાની કીકીરી, ડીઆરસી કોંગોની મકાલા કિંસાસા, ઝાંમ્બિયાની મુકોબેકો, ઝીમ્બાબ્વેની ચીકુરબી અને કેન્યાની કામીતિ આ જેલો પણ કેદીઓ માટે નરકાગાર સમાન