આખરે ભારતની શરણે આવ્યો આ દેશ કહ્યું કૃપા કરીને બચાવી લો અમારી માતૃભૂમિને

શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે ત્યાંના વિપક્ષોએ ભારત પાસે મદદની અપીલ કરી છે. શ્રીલંકાના વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે, તેઓ તેમના દેશને “મહત્તમ હદ સુધી” મદદ કરે.

જણાવી દઇએ કે, વિદેશી ભંડાર અને ઇંધણ અને ભોજનની ભારે ઉણપ સાથે દેવામાં ડૂબેલો દેશ દાયકાઓમાં પોતાની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે.

શ્રીલંકામાં વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો છે કે, કૃપા કરીને શ્રીલંકાને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરો. આ આપણી માતૃભૂમિ છે, આપણે આપણી માતૃભૂમિને બચાવવાની જરૂરિયાત છે.

આ પહેલાં આજે શ્રીલંકાના નેતાએ કેબિનેટના સામૂહિક રાજીનામાને “દેશના લોકોને છેતરવા માટે રચાયેલ મેલોડ્રામા” ગણાવ્યો હતો. આર્થિક કટોકટીથી સર્જાયેલ રાજકીય કટોકટી વચ્ચે, પ્રેમદાસાએ કહ્યું કે, રાજીનામા શ્રીલંકાને રાહત આપવાનો “વાસ્તવિક પ્રયાસ” નથી, પરંતુ “લોકોને મૂર્ખ બનાવવાની કવાયત” છે.

પ્રેમદાસાએ દલીલ કરી હતી કે શ્રીલંકા એક “અગ્રણી નક્કર પરિવર્તન” ઇચ્છે છે જે તેના લોકોને રાહત આપે અને રાજકારણીઓને નહીં. તેમણે કહ્યું કે, રાજકારણ એ મ્યુઝિકલ ખુરશીઓની રમત નથી.

રાષ્ટ્રીય કટોકટીનો ઉકેલ શોધવા વિરોધ પક્ષોને એકતા સરકારમાં સામેલ થવાનું રાષ્ટ્રપતિનું આમંત્રણ દરમિયાન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ રાષ્ટ્રીય કટોકટીનો ઉકેલ શોધવા માટે વિરોધ પક્ષોને એકતા સરકારમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે.

તમામ રાજકીય પક્ષોને લખેલા પત્રમાં રાજપક્ષેએ વર્તમાન કટોકટી માટે “બહુવિધ આર્થિક અને વૈશ્વિક પરિબળો”ને જવાબદાર ઠેરવ્યા છે. તેઓએ તમામ રાજકીય પક્ષોને આમંત્રણ મોકલ્યા છે અને તેમને મંત્રી પદ સંભાળવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published.