ઉનામાં શિક્ષિકા બાળકો જોડે કરાવતી હતી એવું કામ માતાએ જોતા જ લીધો ઉધડો - khabarilallive    

ઉનામાં શિક્ષિકા બાળકો જોડે કરાવતી હતી એવું કામ માતાએ જોતા જ લીધો ઉધડો

ઉનાના વાંસોજ ગામે સરકારી પ્રાથમિક શાળાનાં એક શિક્ષિકાને ખભો દુખતાં તેમણે વિદ્યાર્થીઓ પાસે બામની માલિશ કરાવ્યાની ઘટનાને પગલે શાળા વિવાદના ઘેરામાં આવી ગયાં છે. શિક્ષિકાએ દુકાને બામ લેવા પાછો વિદ્યાર્થીને જ મોકલ્યો હતો.

3 દિવસ પહેલાં બનેલી ઘટનાનો ઓડિયો-વીડિયો વાઇરલ થયો છે, જેમાં વાલીઓ શાળાએ પહોંચી વાંધો ઉઠાવ્યાનું અને ઓડિયોમાં એક વિદ્યાર્થીને એ શિક્ષિકાએ ઝાપટો મારી હોવાનો આક્ષેપ પણ થયો છે.

વાંસોજ ગામની આ સરકારી પ્રાથમિક શાળાને અગાઉ શિક્ષકોના વિવાદને લીધે તાળાં મારવા પડ્યાં હોવાની ફરિયાદો પણ ઊઠી હતી. આ મામલો પણ હજુ શાંત થયો નથી. દેલવાડા પે સેન્ટર શાળા હેઠળ આવતી ઉના તાલુકાની વાંસોજ પ્રાથમિક શાળામાં 3 દિવસ પહેલાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીઓ પાસે પોતાના ખભે બામની માલ્શ કરાવ્યાની અને એક છાત્રને ઝા પટો માર્યાની વાત બહાર આવી છે.

સમગ્ર હકીકત એવી છે કે અહીંના એક શિક્ષિકાને ખભામાં દુખાવો ઊપડતાં 3 વિદ્યાર્થી પાસે બામથી માલિશ કરાવડાવી હતી.વાલીઓ સુધી આ વાત પહોંચતાં તેઓ શાળાએ દોડી ગયા હતા અને શાળાના આચાર્ય અરવિંદભાઇ સોલંકીને રજૂઆત કરતાં તેમણે દેલવાડા પે સેન્ટર શાળાના આચાર્યને એની જાણ કરી હતી.

આથી તેમણે શિક્ષિકા અને વાલી વચ્ચે બેઠક કરાવવા કહેતાં તેમની વચ્ચે બેઠક થઇ હતી, જેની ચર્ચા કરતો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં 3 વિદ્યાર્થીએ આચાર્ય સમક્ષ જણાવ્યું હતું કે શિક્ષિકાએ પોતાની પાસે બામથી માલિશ કરાવી હતી.

સામે શિક્ષિકાએ એવો જવાબ આપ્યો હતો કે મારા ખભાની નસમાં પ્રોબ્લેમ થવાથી મેં ખભો દબાવવા કહ્યું હતું, પણ મેં કોઇ પાસે માલિશ કરાવી નથી.આ બનાવમાં નિલેશ મનુભાઇ નામના એક વિદ્યાર્થીએ એવો આક્ષેપ કર્યો હતો કે શિક્ષિકાએ પોતાને 8થી 9 ઝા પટ મારી કહ્યું, તારી માએ કાઢી મૂક્યો છે.

તું ભીખ માગીશ. 3 દિવસ પહેલાંની આ ઘટના અંગે એ વખતે આચાર્યએ વાલી અને શિક્ષિકા વચ્ચે સમાધાન કરાવી દીધું, પણ વીડિયો વાઇરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. વાંસોજમાં આ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે અને આ મામલે ટીપીઓ તાકીદે તપાસ હાથ ધરશે કે કેમ? એવા સવાલ ઊઠી રહ્યા છે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ મામલો આગળ વધારવા માગે છે: આચાર્ય
3 દિવસ પહેલાં આ મામલે વાલી અને શિક્ષિકા વચ્ચે બેઠકમાં શિક્ષિકાએ માફી માગી લેતાં સમાધાન થઇ ગયું હતું, પણ ગામની ધીરુભાઇ નામના આરટીઆઇ એક્ટિવિસ્ટને આ ઘટનાને આગળ વધારવામાં રસ છે. – અરવિંદભાઇ સોલંકી, આચાર્ય, વાંસોજ પ્રા.શાાળા.

શિક્ષિકાએ બપોરે એકથી દોઢ વાગ્યાના અરસામાં ખભે દુખતું હોવાથી 3 વિદ્યાર્થી પાસે માલિશ કરાવી હતી અને તેની ગાડી ખટારા જેવી છે એવી વિદ્યાર્થીઓ વચ્ચે વાતો કરતાં તેણે બધા વચ્ચે મને ઝા પટો મારી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *