ગુજરાતને કાળો દાગ લાગવામાં બસ આજ બાકી રહી ગયું હતું એરપોર્ટ પર મળી એવી વસ્તુ કે જોતા રહી જશો - khabarilallive
     

ગુજરાતને કાળો દાગ લાગવામાં બસ આજ બાકી રહી ગયું હતું એરપોર્ટ પર મળી એવી વસ્તુ કે જોતા રહી જશો

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદના SVIP ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતથી દુબઈ જતો એક મુસાફર તેના સામાનમાં હીરા છુપાવીને ભારતની બહાર ભારતીય મૂળના હીરાની દાણચોરી કરી રહ્યો છે.

જે બાતમીના આધારે DRIના અધિકારીઓએ 31 માર્ચના રોજ એરપોર્ટ પર એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. તેની પાસે રહેલો સામાનની તપાસ કરતા આરોપી પાસેથી છૂટક હીરા- 15 નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલા મળી આવ્યા હતા.

આ હીરા જે મહિલાના ડ્રેસ મટિરિયલમાં છુપાવેલા હતા. આ ઉપરાંત લગભગ 40,000 દિરહામની કિંમતની વિદેશી ચલણી નોટો એટલે કે ₹8 લાખની કરન્સી પણ કબ્જે કરવામાં આવી હતી. ત્યારબાદ હીરા અંગે ખાતરી કરતા 304.629 કેરેટના હતા અને તેની અંદાજીત બજાર કિંમત ₹ 1 કરોડથી વધુની થતી હતી. આ હીરા અને વિદેશી ચલણી નોટો કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી હતી.

DRI એ પકડેલા શખ્સની પૂછપરછ કરતા સામે આવ્યુ કે, મુસાફર મૂળ મુંબઈનો વતની હતો. ભારતની બહાર હીરાની દાણચોરી માટે જઇ રહેલો. દુબઈના એક હીરાના વેપારી માટે કમિશનની લાલચે દાણચોરી માટે આવેલો.

હાલ તો DRI એ તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાણે કે દાણચોરો માટેનું સ્વર્ગ બની રહ્યું છે, ડ્રગ્સ, લાલ ચંદન સહિતની તમામ વસ્તુઓની દાણચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *