અમદાવાદમાં બોપલ વિસ્તારમાં ભૂવો બનીને કરતો હતો એવા કામ જાણીને તમે પણ માથું પકડી લેશો ડમી સ્ત્રી મોકલીને કર્યો પર્દાફાશ

બોપલ આંબલી ગામમાં રહેતા એક ભુવા નિમેષ બાપુને વિજ્ઞાન જાથાએ પકડી પાડ્યો. લોકોની સમસ્યા દૂર કરવાનું કહી લોકો પાસે રૂપિયા પડાવતો હોવાનો ભુવા પર આરોપ લાગ્યો હતો. જેને લઈ વિજ્ઞાન જાથાએ ડમી વ્યક્તિ મોકલી પર્દાફાશ કર્યો હતો. હાલ તો તેની પાસે માફી મંગાવીને તેને જતો કર્યો હતો. 

આંબલી પોલીસ ચોકીમાં ઉભો 26 વર્ષીય યુવક પટેલ નિમેષબાપુ ઘરે માતાજીનું સ્થાનક બનાવી ઘઉં દાણા જોવાનું ભુવા તરીકે છેલ્લા 6 વર્ષથી કામ કરતો હતો. ભુવા નિમેષ બાપુ લોકોની સમસ્યા દૂર કરવાનું કહી લોકો પાસે બે હજારથી લઈ પાંચ લાખ સુધી રૂપિયા લેતો હોવાનો આરોપ લગાવ્યો હતો.

જ્યાં વિજ્ઞાન જાથાએ એક ડમી મહિલાને મોકલી ભૂવાનો પર્દાફાશ કર્યો છે. એક ડમી મહિલાએ ભુવા નિમેષનો સંપર્ક કરી પહોંચી હતી ત્યાં ડમી મહિલાએ પોતાના પતિ સાથે તકરારને લઇ સમસ્યા દૂર કરવા આવી હોવાનું જણાવ્યું હતું. 

મહિલા પાસે બાધા રાખવાનું કહી 10 હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો. જેને લઈ વિજ્ઞાન જાથાએ આંબલી પોલીસ ચોકી પોલીસ કર્મી સાથે ભુવા ઘરે જઈ પકડ્યો હતો. વિજ્ઞાન જાથાને ફરિયાદ મળી હોવાથી એક ડમી વ્યક્તિ મોકલી ભુવા પકડ્યો હતો.

જો કે વિજ્ઞાન જાથા પ્રમુખે કહ્યું કે, ભુવા નિમેષ પટેલ પીડિત વ્યક્તિને જ કાનમાં બોલવાની કુપ્રથા સાથે શરીરના અંગો અડવાની વિકૃતિ ધરાવતો હોવાના આરોપ લગાવ્યા હતા.

જો કે વિજ્ઞાન જાથા દ્વારા એક વખત માફી મંગાવી છોડી દીધો હતો. જેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. પરંતુ ભુવા તરીકે કોઈ દિવસ કામ નહીં કરવાની બાંયધરી આપી હતી સાથે જ વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા ભુવાઓથી દૂર રહો અને કોઈ ભોગ બન્યા હોય તો સંપર્ક કરવો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *